Home Gujarat Child Falls Into Open Drain In Gir Somnath

ગીર સોમનાથમાં ખુલ્લી ગટરમાં ખાબક્યું બાળક : સ્થાનિકોએ બચાવ્યો જીવ, તંત્રની બેદરકારીની ખુલ્લી 'ગટર પોલ'!

ગીર સોમનાથમાં ખુલ્લી ગટરમાં ખાબક્યું બાળક
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 10:25 AM IST

ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા–સાસણ રોડ પર એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ખુલ્લી ગટરમાં 10 વર્ષનું બાળક પડી ગયું હતું. સદનસીબે સ્થાનિક લોકોની સમયસૂચકતા અને તાત્કાલિક પ્રયાસોના કારણે બાળકનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેના કારણે તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે.

ખુલ્લી ગટરમાં 10 વર્ષનું બાળક પડ્યું

મળતી માહિતી મુજબ રોડ કામ ચાલી રહ્યું હોવા છતાં ગટરના ઢાંકણા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. બાળક રસ્તા પરથી પસાર થતું હતું ત્યારે અચાનક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને નજરે જોતા સ્થાનિક લોકો તરત દોડી આવ્યા હતા અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું.

લોકોમાં રોષ

આ ઘટનાને પગલે કોન્ટ્રાક્ટર, નગરપાલિકા અને PWD વિભાગ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. લોકોનો આરોપ છે કે જાહેરનામું પૂર્ણ થઈ ગયું હોવા છતાં રોડ કામ હજુ અધૂરું છે અને કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી નથી. ખુલ્લી ગટરો, અવરોધો અને સૂચક બોર્ડના અભાવે રાહદારીઓ અને વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.

કડક કાર્યવાહીની માંગ

સ્થાનિકોએ માંગ કરી છે કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને રસ્તા પર તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. આ ઘટના એક ગંભીર ચેતવણીરૂપ છે અને જાહેર સુરક્ષાને લઈને તંત્રની જવાબદારી ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now