Home Gujarat Chief Minister Bhupendra Patel Will Go To Delhi Today

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે ખાસ ચર્ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 11:15 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હી જશે, જેઓ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે તેમજ ગુજરાતના વર્તમાન મુદ્દા ઉપર ચર્ચા કરશે


રાજકીય ગલિયારાઓમાં ચર્ચા તેજ

ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. સાથો સાથ રાજકીય ગલિયારાઓમાં એવી પણ છે કે, મંત્રીમંડળમાં પણ મોટા ફેરફાર થઈ શકે છે, કારણ કે, મુખ્યમંત્રીનું એકાએક દિલ્હીનું તેડાથી ઘણીબધી વાતની શંકા ઉદ્ભવે છે.


ગુજરાત ભાજપમાં નવાજૂની થશે?

ગુજરાતમાં ભાજપ સગંઠનમાં અત્યારે તો સબ સલામત છે પરંતુ સંગઠનમાં કેટલીક વરણી કરવાની હજુ પણ બાકી છે. ત્યારે તે મુદ્દે પણ ખાસ ચર્ચાઓ થઈ શકે છે. સાથો સાથ સંગઠનને મજબૂત કરવાની પણ ચર્ચા થઈ શકે છે. તો બીજી તરફ આપ અને કોંગ્રેસ પાર્ટી પણ ગુજરાતમાં એક્ટિવ મોડમાં આવી છે, જેની સામે સરકારના કાર્યો રજૂ કરવાની પદ્ધતિ મુદ્દે પણ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વચ્ચે ચર્ચાઓ થઈ શકે છે.

ટૂંક સમયમાં મળશે ગુજરાત ભાજપને નવા પ્રમુખ?

રાજકીય સૂત્રો પાપ્ત વિગતો મુજબ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે હાઈ કમાન્ડે નામ નક્કી કરી લીધું છે, જે નામ નક્કી છે તેમને જ નામાંકન દાખલ કરવાનું આદેશ અપાશે. જેના કારણે ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટી લેવાશે. આ તમામ પ્રક્રિયા એક સપ્તાહમાં જ પૂર્ણ કરવામાં આવશે તેવી પણ ચર્ચા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now