Home Gujarat Chief Minister Bhupendra Patel Arrives To Visit Sasan Gir

ગર્જતા ગીરની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ! : વન્યજીવ સુરક્ષા અને પ્રવાસન વિકાસનો નવો સંકલ્પ

ગર્જતા ગીરની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ!
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 09:27 AM IST

Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે એ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રી આનંદિત થયા હતા.

કેરંભા વિસ્તારની મુલાકાત અને સિંહોની વધતી વસ્તીમુખ્યમંત્રીએ આજે ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રીએ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા હતા. ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિહોની વસાહત વાળા વિસ્તારમાં વર્ષ 2025 ની વસ્તી ગણતરી પ્રમાણે 891 સિંહ વિહરે છે.

'પ્રોજેક્ટ લાયન' અને સિંહ સંરક્ષણનું આયોજનવડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં વન્યજીવ ખાસ કરીને સિંહના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનની અમલવારી કરવામાં આવી છે. જે સિંહોના સંરક્ષણ માટે બહુ આયામી સંરક્ષણ શૃંખલાને સાર્થક કરે છે. ગીર સફારી પાર્ક અને સંલગ્ન વિસ્તારમાં હાલ પ્રવાસીઓના જંગલ મુલાકાત અને વન્ય જીવ દર્શનના 13 રુટ કાર્યરત છે.પ્રવાસન વૃદ્ધિ, રોજગારી અને વન વિભાગની કામગીરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી માર્ચની વાઇલ્ડ લાઇફ દિવસની ઉજવણી અંતર્ગત તેમની મુલાકાત બાદ ગીરમાં પ્રવાસીઓનો વધારો થયો છે જેને કારણે રોજગારીની તકો પણ વધી છે. મુખ્યમંત્રીને સાસણના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે સાસણમાં વન વિભાગ દ્વારા સિંહ અને વન્યજીવોના સંરક્ષણ ની કામગીરીની માહિતી આપી હતી. મુખ્યમંત્રીની ગીરની મુલાકાત દરમિયાન વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now