Home Education/Career Chhatrapati Shivaji Maharaj Jayanti 2025 Five Precious Thoughts Of Shivaji Maharaj Will Change Your Life

જન્મ જયંતિ પર છત્રપતિ શાવાજી મહારાજને શત શત નમન : તેમના મહાન પાંચ વિચાર આપનું જીવન બદલી નાખશે

જન્મ જયંતિ પર છત્રપતિ શાવાજી મહારાજને શત શત નમન
Published by: OBS Bureau
Last Updated: Feb 19, 2025, 06:06 AM IST

છત્રપતિ સંભાજી મહારાજ આધારિત ફિલ્મ છાવા હાલ ખુબ ચર્ચામાં છે. ગણતરીના દિવસોમાં જ ફિલ્મે ખુબ સારી કમાણી કરી છે. ત્યારે આજે તેમના પિતા છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિ છે. ત્યારે આજે અમે તમને શિવાજી મહારાજના એવા પાંચ વિચારો જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમારા જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ આવી શકે છે.

સૌથી પહેલાં તમને એ જણાવી દઈએ કે તેઓ ભોંસલે વંશના સભ્ય અને ભારતીય રાજા હતા. તેમનો જન્મ કુસુરના શિવનેરી કિલ્લામાં થયો હતો.

શિવાજી મહારાજના પાંચ મહાન વિચારો

1. દુશ્મન ભલે ગમે તેટલો મજબૂત હોય, તેને તેના ઇરાદા અને ઉત્સાહથી સરળતાથી હરાવી શકાય છે.

2. કોઈ પણ કામ કરતા પહેલા તેના પરિણામ વિશે વિચારવું જરૂરી છે, તમારી આવનારી પેઢીને તે પરિણામ ભોગવવું પડશે.

3. ખરાબ સમયમાં પણ જે વ્યક્તિ પોતાના કામમાં સંકળાયેલો રહે છે તેના માટે સમય જાતે જ બદલાઈ જાય છે

4. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે, કેટલી કિંમત ચૂકવવી પડે છે, ત્યારે જ વિજય થાય છે

5. દુશ્મનને નબળો ન ગણો, પરંતુ તેનાથી મજબૂતીથી ડરશો નહીં. જ્યારે હોંસલા બુલંદ હોય ત્યારે પર્વત પણ માટીનો ઢગલો લાગે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now