Home Entertainment Chhaava Box Office Collection Day 23 Vicky Kaushal Film Break Record Cross 500 Crore

500 કરોડ ક્લબમાં પહોંચી : વિકી કૌશલ સ્ટારર 'છાવા'

500 કરોડ ક્લબમાં પહોંચી
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2025, 06:11 AM IST

વિકી કૌશલની છાવા રોજે રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. હવે છાવા 500 કરોડના ક્લબમાં આવી ગઈ છે.

500 કરોડના ક્લબમાં સામેલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર છાવાએ ચોથા શનિવારે જબરદસ્ત કલેક્શન કર્યું છે. આ ફિલ્મે 16.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે, ચોથા શનિવારના કલેક્શનના આંકડા હજુ સુધી સત્તાવાર કરવામાં આવ્યા નથી. પરંતુ જો ફિલ્મ 23 દિવસે 16.5 કરોડ રૂપિયાની કમાણી કરે છે તો ફિલ્મનું કુલ કલેક્શન 508.8 કરોડ થઈ જશે. આ ફિલ્મ 500 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે 23મા દિવસે પોતાના કલેક્શનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ફિલ્મે પહેલા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી. ઓપનિંગ વીકએન્ડમાં સારું પ્રદર્શન કર્યા બાદ ફિલ્મે આખા સપ્તાહમાં સારું કલેક્શન કર્યું છે. ફિલ્મે પહેલા અઠવાડિયામાં 219.23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે બીજા અઠવાડિયામાં 180.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે ત્રીજા અઠવાડિયામાં 84.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 22મા દિવસે છવાએ 8.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now