Home Tech/Gadgets Chatgpt Will Answer Your Questions On Whatsapp You Will Get This Special Support

સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટ! : અરે વાહ! WhatsApp પર તમારા સવાલોનો જવાબ આપશે ChatGPT; મળશે આ ખાસ સપોર્ટ

સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટ!
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2025, 04:37 PM IST

OpenAI ChatGPT Update: OpenAI એ એક અપડેટ બહાર પાડ્યું છે, જે હવે WhatsApp પર પણ ChatGPTની પણ ઉપલબ્ધ કરાવશે. આ લેટેસ્ટ અપડેટ યૂઝર્સને ઈમેજ અને ઓડિયો મેસેજનો ઉપયોગ કરીને કંપનીના જનરેટિવ AI-આધારિત સહાયક, ChatGPT સાથે વાતચીત કરવામાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે OpenAI એ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. આવો આ ફીચર વિશે જાણીએ.

સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટ
OpenAI એ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે WhatsApp યૂઝર્સ હવે AI આસિસ્ટેંટને સવાલ પુછતા સમય ChatGPT ની પોતાની ચેટમાં એક ઈમેજ અપલોડ કરી શકે છે. પોસ્ટમાં કંપનીએ એમ પણ લખ્યું છે કે WhatsApp યૂઝર્સ પોતાના સવાલ પુછવા માટે પ્લેટફોર્મ પર ChatGPT ને સાઉન્ડ મેસેજ પણ મોકલી શકે છે. જે પછી ChatGPT ટેક્સ્ટ-આધારિત મેસેજનો ઉપયોગ કરીને યૂઝર્સના તમામ સવાલોનો જવાબ આપે છે.

નવા ફીચર પર કામ કરી રહી છે કંપની
ઈમેજ અને સાઉન્ડ બેસ્ડ ઈનપુટ માટે સપોર્ટ લાવવા ઉપરાંત OpenAI એ પણ જાહેર કર્યું કે તે ટૂંક સમયમાં એક સુવિધા શરૂ કરશે, જે યૂઝર્સે પોતાના ChatGPT એકાઉન્ટને WhatsApp સાથે લિંક કરવાની મંજૂરી આપશે, જેમાં ફ્રી, પ્લસ અને પ્રો એકાઉન્ટ્સનો સમાવેશ થશે.

WhatsApp પર ChatGPT એકાઉન્ટ
OpenAIનું કહેવું છે કે WhatsApp પર ChatGPT ને તેમના હાલના ChatGPT એકાઉન્ટમાં ઉમેરીને યૂઝર્સને એકાઉન્ટ ટાઈપના હિસાબથી ફીચર્સ અને સુવિધાઓ મળશે. જોકે, કંપનીએ એ જાહેર કર્યું નથી કે યૂઝર્સને કઈ સુવિધાઓ મળશે.

જો તમે ChatGPT નો ઉપયોગ કરવા માંગતા હોવ તો ભારતમાં ChatGPT Plus ની કિંમત દર મહિને રૂ. 1,999 છે. બીજી તરફ ChatGPT Pro ની કિંમત 200 ડોલર એટલે આશરે રૂ. 17,490.68 પ્રતિ માસ છે. WhatsApp પર ડિસેમ્બર 2024માં ChatGPTને રજૂ કરવામાં આવ્યું હતું. તેનાથી તમે ChatGPTની સાથે એક ટેક્સ્ટ મેસેજ મોકલીને વાતચીત કરી શકો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now