Home International Champions Trophy Final Match India Vs New Zealand Telangana Police Lathicharge On Fans Celebrating Victory Amit Malviya Shared Video

જીતની ઉજવણી કરવી પડી ભારે : પોલીસે કર્યો લાઠી ચાર્જ

જીતની ઉજવણી કરવી પડી ભારે
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2025, 05:54 AM IST

ચેમ્પિયન્સ ટ્રોફી જીતતાની સાથે જ સમગ્ર દેશમાંથી ઉજવણી જોવા મળી હતી. રોડ રસ્તા પર લોકો આવીને ફટાકડા ફોડી, ત્રિરંગો લહેરાવી ઉજવણી કરી રહ્યાં હતા. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે તેલંગાણામાં પોલીસે ઉજવણી કરતા લોકો પર લાઠીચાર્જ કર્યો છે. ભાજપના નેતાએ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.



ભાજપના IT સેલના નેતા અમિત માલવિયાએ લાઠીચાર્જનો વીડિયો શેર કર્યો અને લખ્યું, "હૈદરાબાદ પોલીસે દિલસુખનગરમાં નાગરિકોને ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની જીતની ઉજવણી કરતા રોકવા માટે લાઠીચાર્જ કર્યો. કરીમનગરમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. શું કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આ નવો ટ્રેન્ડ છે? તેઓ ખરેખર કોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? ભારતીયોએ પોતાના દેશની જીતની ઉજવણી ક્યાં કરવી જોઈએ?

MPમાં ઘર્ષણ
મધ્યપ્રદેશના ઇન્દોર નજીક મહૂમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ મહુમાં જામા મસ્જિદ નજીક થઈ હતી, જ્યાં વિજયની શોભાયાત્રા કાઢનારા લોકો અન્ય જૂથ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા, જે પથ્થરમારામાં પરિણમી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જતા દેખાવકારોએ તોડફોડ કરી હતી. બે દુકાનો અને બે વાહનોને આગ ચાંપવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now