Home Gujarat Chains Of 7 Elderly People Were Stolen Taking Advantage Of The Crowd In Katha In Vesu

વેસુમાં કથામાં ભીડનો લાભ લઈ 7 વૃદ્ધાની ચેઈન ચોરાઈ : ચોર ટોળકી ઝડપાઈ, પોલીસ કાર્યવાહી તેજ

વેસુમાં કથામાં ભીડનો લાભ લઈ 7 વૃદ્ધાની ચેઈન ચોરાઈ
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 08:43 AM IST

Surat Crime News : સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા નંદિની વનમાં ભીડનો લાભ લઈ વૃદ્ધ મહિલાઓની ચેઈન ચોરી કરતી ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ મામલે ત્રણ મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે, જેમણે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 7 વૃદ્ધ મહિલાઓની ચેઈન ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

ચેઈન ચોરનારી ટોળકી ઝડપાઈ

પ્રાપ્ત માહિતી મુજબ, નંદિની વનમાં ફરવા આવતી વૃદ્ધ મહિલાઓ ચા-નાસ્તાના સ્ટોલ પર બેસીને ચા પીતી હતી, ત્યારે આ ચોર ટોળકી તેમની આસપાસ ભીડનો લાભ લઈ ચતુરાઈપૂર્વક ચેઈન ચોરીને અંજામ આપતી હતી. ચોરી કર્યા બાદ મહિલાઓ ભીડમાં ગાયબ થઈ જતી હતી. આ ચેઈન ચોરીની ઘટનાઓને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફરિયાદો વધતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ માહિતીના આધારે આરોપી મહિલાઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી.

પોલીસે વધુ તપાસ હાથધરી

ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય મહિલા આરોપીઓને ઝડપી લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરી કરેલી ચેઈનો અંગે માહિતી મેળવવાની સાથે અન્ય વિસ્તારોમાં પણ આવી ઘટનાઓ કરી છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નંદિની વનમાં ફરવા આવનાર વૃદ્ધ મહિલાઓ માટે પોલીસ દ્વારા વધુ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સાથે જ જાહેર સ્થળોએ ભીડમાં દાગીના પહેરીને ફરતી વખતે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now