Home Entertainment Chahals Wife Dhanashrees Photo With Rahul Is Viral

ચહલભાઈનું તૂટ્યું દિલ! : મિસ્ટ્રી મેન સાથે ચહલની ધનશ્રીની તસવીરો થઈ વાયરલ, ચાહકોએ ઉઠાવ્યા સવાલ..

ચહલભાઈનું તૂટ્યું દિલ!
Published by: OBS Bureau
Last Updated: Jan 07, 2025, 01:44 PM IST

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અંગત જિંદગીમાં ભારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. ચહલ અને ધનશ્રી વર્માના છુટાછેડાની ખબરો ફરી એકવાર સામે આવી છે. બંનેએ એકબીજાના સોશિયલ મીડિયા પરથી અનફોલો કર્યા છે. સાથે જ ચહલે ઈન્સ્ટાગ્રામ પરથી તેની અને ધનશ્રીની તમામ તસવીરો હટાવી છે. આ વચ્ચે તેની પત્ની ધનશ્રીની એક તસવીર વાયરલ થઈ રહી છે. જે અનેક સવાલો ઉભા કરી રહી છે.

આ ફોટોમાં તે એક વ્યક્તિની ખૂબ જ નજીક જોવા મળી રહી છે.આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યૂઝર્સના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે શું આ વ્યક્તિ તેમના છૂટાછેડાનું કારણ છે.ધનશ્રી પ્રતિક સાથે જોવા મળીવાયરલ તસવીરમાં જેની સાથે ધનશ્રી જોવા મળી રહી છે તે કોરિયોગ્રાફર પ્રતીક ઉત્તેકર છે. આ તસવીર થોડા મહિનાઓ જૂની છે. જ્યારે ધનશ્રીએ ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં ભાગ લીધો હતો ત્યારે આ તસવીર વાયરલ થઈ હતી. તે સમયે પણ ધનશ્રીને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. ત્યારે ધનશ્રીએ પ્રતીકને સારો મિત્ર ગણાવ્યો હતો. હવે ધનશ્રી અને ચહલના છૂટાછેડાના સમાચાર વચ્ચે પ્રતિક ફરી એકવાર હેડલાઇન્સમાં આવી ગયો છે.

ચહલ અને ધનશ્રીની લવ સ્ટોરી અને લગ્ન ડ્રીમી હતા. બંને વચ્ચે શરૂઆતમાં બધું બરાબર હતું પરંતુ 2022માં પહેલીવાર તેમના છુટાછેડાની ચર્ચાઓ થઈ હતી.આ વખતે ધનશ્રીએ તેના નામમાંથી અટક હટાવી દીધી હતી. જો કે, બાદમાં બંનેએ સાથે હોવાની સ્પષ્ટતા કરી હતી. પરંતુ બાદમાં ફરી એકવાર બંનેના છુટાછેડાની ખબરો સામે આવી છે. જેના પાછળ કેટલાક લોકોનો હાથ હોવાની વાતો સામે આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now