Home Sports Chahal Taniya Defamation Case Controversy Gujarati

“ક્યુટ” મેસેજથી શરૂ થયેલો વિવાદ કોર્ટમાં! : ચહલે કર્યો તાનિયા પર માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

Yuzvendra Chahal and Tania Chatterjee
Published by: Aryan Shah
Last Updated: Apr 18, 2026, 08:34 AM IST

Yuzvendra Chahal : ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને અભિનેત્રી તાનિયા ચેટર્જી વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સોશિયલ મીડિયા પર શરૂ થયેલી એક સામાન્ય ચર્ચાએ હવે ગંભીર કાનૂની લડાઈનું રૂપ ધારણ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક 'ક્યુટ' મેસેજ મોકલવાથી શરૂ થયેલો આ વિવાદ હવે અદાલતના પગથિયાં સુધી પહોંચી ગયો છે, જેનાથી બંનેના ફેન્સ આશ્ચર્યચકિત છે.

યુઝવેન્દ્ર ચહલ અને તાનિયા ચેટર્જીના વિવાદની શરૂઆત

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે અભિનેત્રી તાનિયા ચેટર્જીએ એક પાપારાઝી ઇન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે, યુઝવેન્દ્ર ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલ્યો હતો અને તેને "ક્યુટ" કહી હતી. તાનિયા ચેટર્જીના આ દાવા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો અને આ વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો.

માનહાનિનો કેસ

હાલમાં તાનિયા ચેટર્જીએ એક નવો વીડિયો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે. તેને દાવો કર્યો છે કે, યુઝવેન્દ્ર ચહલે તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. જોકે, આ કેસમાં કેટલી રકમનો દાવો કરવામાં આવ્યો છે તેની જાણકારી હજુ સામે આવી નથી. આ કાનૂની કાર્યવાહીએ વિવાદમાં નવો વળાંક લાવી દીધો છે.

તાનિયા ચેટર્જીની વેદના

પોતાના નવા વીડિયોમાં તાનિયા ચેટર્જીએ ટ્રોલિંગ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેને કહ્યું કે, "એક સામાન્ય વાતચીતનો વીડિયો આટલો વાયરલ થશે તે મેં વિચાર્યું નહોતું. અત્યારે હું એકલી જ ટ્રોલિંગનો સામનો કરી રહી છું અને લોકો મને જ ખરાબ કહી રહ્યા છે. બીજી તરફ ચહલ વિરુદ્ધ કોઈ કંઈ બોલતું નથી અને ઉપરથી મારી સામે માનહાનિનો કેસ પણ કરવામાં આવ્યો છે."

વીડિયો હટાવવા માટે દબાણ

તાનિયા ચેટર્જીએ વધુમાં એવો પણ દાવો કર્યો હતો કે, વિવાદ વધતા યુઝવેન્દ્ર ચહલની ટીમ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેને મેસેજ કરીને વિનંતી કરવામાં આવી હતી કે, તે વાયરલ થયેલો વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી દે. ઉલ્લેખનીય છે કે, તાનિયા ચેટર્જીના જણાવ્યા અનુસાર આ "ક્યુટ" મેસેજનો સિલસિલો વર્ષ 2023 થી શરૂ થયો હતો જે હવે કોર્ટ સુધી પહોંચ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now