Home Entertainment Celebrity Masterchef Gaurav Khanna Sweet Dish Controversy Copy A Swiss Chef Dessert Vikas Khanna Reaction

સેલેબ્રિટી માસ્ટર શેફમાં ગૌરવની ડિશ પર બબાલ : શું ખરેખર આ ડિશ કોપી છે?

સેલેબ્રિટી માસ્ટર શેફમાં ગૌરવની ડિશ પર બબાલ
Published by: OBS Bureau
Last Updated: Apr 10, 2025, 05:30 AM IST

સેલિબ્રિટી માસ્ટરશેફ શો ફિનાલેની નજીક આવી ગયો છે. આ શોમાંથી ટોપ 5 કન્ટેસ્ટન્ટ્સ મળ્યા છે. ગૌરવ ખન્ના, નિક્કી તંબોલી, તેજસ્વી પ્રકાશ, ફૈઝલ અને રાજીવ અડતિયા ટોપ 5 સ્પર્ધકો છે. આ શો તાજેતરમાં વિવાદોમાં ઘેરાયો હતો. આ વિવાદ ગૌરવ ખન્નાની એક ડીશને લઈને હતો. ગૌરવ ખન્નાએ આદુનો ઉપયોગ કરીને એક સ્વીટ ડીશ તૈયાર કરી હતી, જેનાથી જજ વિકાસ ખન્ના, રણવીર બ્રાર અને ફરાહ ખાન ચોંકી ગયા હતા. તેઓએ તે વાનગીની ભરપૂર પ્રશંસા કરી. ટેસ્ટિંગ પહેલા જ ગૌરવને સ્પૂન ટેપ મળ્યું હતું.

જોકે, ગૌરવ પર આ વાનગીની નકલ કરવાનો આરોપ હતો. તેણે સ્વિસ શેફની વાનગીની નકલ કરી છે. હવે શોના શેફ અને જજ વિકાસ ખન્ના ગૌરવના સમર્થનમાં આવ્યા છે.


વિકાસ ખન્નાએ પ્રતિક્રિયા આપી

વિકાસ ખન્નાએ ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું, "જે લોકો ગૌરવ ખન્નાએ બનાવેલી શાનદાર ડીશ પર ટિપ્પણી કરી રહ્યા છે, કૃપા કરીને મને કહો કે આ દુનિયામાં સૌપ્રથમ કોણે બનાવ્યું?" Meringue Dripping Cones દાયકાઓથી બનાવવામાં આવે છે. તે માત્ર ફ્લેવર પ્રોફાઇલ અને પ્રેઝન્ટેશન હતું જેણે અમને શોક કરી દિધા હતા.



તમને જણાવી દઈએ કે શોમાં ગૌરવ ખન્નાની સફર ખૂબ જ પડકારજનક અને પ્રેરણાદાયી રહી છે. ગૌરવની પહેલી વાનગી એટલી ખરાબ હતી કે ફરાહ ખાને તે થૂંકી દિધી હતી. અને હવે ગૌરવ એટલી સારી વાનગીઓ બનાવી રહ્યો છે કે જજ તેના વખાણ કરતાં થાકતા નથી. ચાહકો તેને વિજેતા તરીકે જોઈ રહ્યા છે.

ગૌરવ અગાઉ લોકપ્રિય શો અનુપમામાં જોવા મળ્યો હતો. આ શોમાં તેણે અનુજ કાપડિયાની ભૂમિકા ભજવી હતી. રૂપાલી ગાંગુલીની સામેની આ ભૂમિકાને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now