Home Gujarat Caught Gambling In Public In Sarkhej

સરખેજમાં જાહેરમાં જુગાર રમતા ઝડપાયા : PCB એ 10 આરોપીઓને દબોચ્યા, રોકડ, ફોન, વાહન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

સરખેજમાં જાહેરમાં જુગાર રમતા ઝડપાયા
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 05:26 AM IST

Ahmedabad Gambling House Raid : અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારધામ સામે ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ઉજાલા સર્કલથી સનાથલ તરફ જતાં રોડ ઉપર ગિરિરાજ માર્કેટિંગ સામે તેમજ ઉજાલા ચોકડી ખાતે આવેલ ચૌહાણ ઝેરોક્ષ આગળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે PCBની ટીમે રેડ પાડી હતી.

10 આરોપીઓ જુગાર રમતા ઝડપાયા

રેડ દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા કુલ 10 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં જુગાર રમવા માટે વપરાતી રોકડ રકમ, મોબાઈલ ફોન, ટુ-વ્હીલર સહિત અન્ય સાધનો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 36,810 કબજે કર્યા હતા, જ્યારે મોબાઈલ ફોન, વાહનો અને અન્ય જુગારના સાધનો સહિત કુલ રૂપિયા 3,86,810 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

લિસ્ટેડ આરોપી ઇરફાન સ્થળ પરથી નાસી છૂટ્યો

આ કાર્યવાહી દરમિયાન એક લિસ્ટેડ આરોપી ઇરફાન સ્થળ પરથી નાસી જવામાં સફળ થયો હતો, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. PCB દ્વારા પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં જાહેર જુગારધામ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now