Home Health-lifestyle Carrot Is Not Good For Everyone

ગાજર સૌ કોઈ માટે નથી! : દરેક વ્યક્તિએ ન ખાવું જોઈએ ગાજર, આ લોકોએ ગાજરથી રહેવું જોઈએ દૂર...

ગાજર સૌ કોઈ માટે નથી!
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2025, 01:51 PM IST

ગાજરને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે. નાના-મોટા સૌ ગાજર ખાતા હોય છે. ખાસ કરીને શિયાળામાં ગાજરનો વિવિધ રીતે ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. વિટામિન એનો ખજાનો હોવાના કારણે ગાજર આંખો માટે ખૂબ જ ગુણકારી હોય છે. પરંતુ તમામ લોકો માટે ગાજર ફાયદાકારક નથી હોતા. કેટલાક લોકોએ ગાજર ખાવાથી દૂર રહેવું જોઈએ.

ગાજરમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. ફાઇબરની વધુ માત્રા કેટલાક લોકોમાં ગેસ, કબજિયાત અથવા પેટનું ફૂલવું જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમે પાચન તંત્રને લગતી કોઈપણ સમસ્યાથી પરેશાન છો, તો તમારા આહારમાં ગાજરનો સમાવેશ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી વધુ સારું રહેશે.

આ સાથે જે મહિલાઓ ધાત્રી માતા છે તેણે ગાજરનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ, કેટલાક બાળકો તેના સ્વાદને દૂધમાં અનુભવી શકે છે અને દૂધ પીવાથી ઈનકાર કરી શકે છે. જો કે, તમામનું રીએક્શન આવું નથી હોતું. એટલે ગાજરને તમારા ડાયેટમાં સામેલ કરતા પહેલા વિશેષજ્ઞોની સલાહ લેવી જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓએ ગાજર ખાતી વખતે સાવધાની રાખવી જોઈએ. ગાજરમાં ઘણા પોષક તત્વો હોય છે, પરંતુ તેમાં કુદરતી ખાંડ પણ હોય છે. તેથી, મોટી માત્રામાં ગાજર ખાવાથી બ્લડ સુગરનું સ્તર વધી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક હોઈ શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ગાજરનું સેવન ડોક્ટરની સલાહ મુજબ જ કરવું જોઈએ.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now