Home Education/Career Carrer Government Recruitment Cisf Vaccancy For Constable Driver

CISF RECRUITMENT : ધોરણ-10 પાસ ઉમેદવારો થઈ જાઓ, આવી મોટી ભરતી

CISF RECRUITMENT
Published by: OBS Bureau
Last Updated: Feb 03, 2025, 07:05 PM IST

કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ એટલે કે CISFમાં કોન્સ્ટેબલ અને ડ્રાઈવરના પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. નોકરી ઈચ્છુક ઉમેદવારો CISFની આધિકારીક વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે. ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 4 માર્ચ 2025 રાત્રે 12 વાગ્યા સુધીની છે.

કેટલી જગ્યાઓ પર ભરતી?

1,124 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. કોન્સ્ટેબલ-ડ્રાઈલક માટે 845 પદ તો કોન્સ્ટેબલ-ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટેની કુલ 278 જગ્યાઓ ભરવામાં આવશે.

  

ભરતીનું વિવરણ

પોસ્ટ                                   UR            SC           ST           OBC       EWS       TOTAL

કોન્સ્ટેબલ/ડ્રાઈવર               344           126         63           228         84           845

કોન્સ્ટેબલ/ડ્રાઈવર              116                41           20           75           27           279

સહ પંપ ઓપરેટર

કુલ                                        460           167        83          303           111          1124

 

લાયકાત

ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડથી ધોરણ-10 પાસની અથવા તેની સમકક્ષ ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.

ડ્રાઈવિંગ લાયસન્સ- ભારે મોટર વાહન, લાઈટ મોટર વાહનનું લાઈસન્સ હોવું જોઈએ. મોટરસાઈકલ ચલાવતા આવડવું જરૂરી

આ તમામ પદ માટે ઉમેદવારી કરવા માટે વયમર્યાદા 21થી 27 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. આરક્ષિત વર્ગમાં ઉમેદવારોને વયછૂટ આપવામાં આવી છે.

 

અરજી ફી

સામાન્ય,EWS,OBC કેટેગરીમાં આવતા ઉમેદવારોને અરજી માટે રૂ.100 ભરવા પડશે. અનુસૂચિત જાતિ, જનજાતિ અને ભૂતપૂર્વ સૈનિકો કેટેગરીમાં આવતા લોકોને અરજી ફી ભરવાની રહેશે નહીં. અરજી ફી ઓનલાઈન અથવા SBIના ચલણ મારફતે ભરવાના રહેશે.

 

પગાર ધોરણ

આ પદ માટે નિયુક્ત થયેલા ઉમેદવારોને વર્ગ-3 લેવલ અંતર્ગત પગાર મળશે, રૂ.21,700થી રૂ.69,100 રૂપિયા સુધીનો પગાર મળવાપાત્ર રહેશે.

 

કઈ રીતે અરજી કરી શકાય?

1.       સૌથી પહેલા ઉમેદવારે આધિકારીક વેબસાઈટ https://cisfrectt.cisf.gov.in/ પર ક્લિક કરવું

2.       વેબસાઈટના હોમપેજ પર નવા અપડેટ્સ પર ક્લિક કરવું

3.       તે બાદના પેજમાં લિંક પર“CISF Constable Driver Recruitment” ક્લિક કરો

4.       જરૂરી તમામ વિગતો ભરવી અને અરજી ફી ભરો

5.       અંતે અરજી ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ પોતાની પાસે રાખો. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now