Home Education/Career Career World Economic Forum Crores Job Decline In Future

અરે બાપરે! આવનારા વર્ષોમાં 9.2 કરોડ નોકરીઓ ખત્તમ થઈ જશે : જાણી લો કઈ ફિલ્ડની નોકરીઓ પર ખતરો?

અરે બાપરે!  આવનારા વર્ષોમાં 9.2 કરોડ નોકરીઓ ખત્તમ થઈ જશે
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 08:39 AM IST

આવનારા વર્ષોમાં અનેક નોકરીઓ ખતમ થઈ શકે છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ મુજબ 9.20 કરોડ નોકરીઓ આવનારા ભવિષ્યમાં ખતમ થઈ શકે છે. વર્ષ 2030 સુધીમાં વિશ્વમાં 22 ટકા નોકરીઓ પ્રભાવિત થઈ શકે છે.  કુશળ અને સક્ષમ કાર્યક્ષમતાની અછતથી દુનિયાના તમામ દેશો પ્રભાવિત થઈ રહ્યા છે. પહેલેથી બેરોજગારી એક મોટુ સંકટ છે, અને આવનારા વર્ષોમાં આ સંકટ વધુ ઘેરુ બની શકે છે.  વર્તમાન સમયમાં જો સૌથી વધારે કોઈ ચર્ચા થઈ રહી હોય તો તે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ છે. AI ટેકનોલોજીના કારણે તમામ સેક્ટરમાં ક્રાંતિ જોવા મળી રહી છે, પરંતુ એ શક્યતાને નકારી ના શકાય કે AI તમારી નોકરીઓને અસર નહીં કરે

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ મુજબ વર્ષ 2025થી 2030 દરમિયાન AIના કારણે દુનિયામાં 22 ટકા નોકરીઓ પ્રભાવિત થઈ શકે છે. 9.20 કરોડ નોકરીઓ આવનારા વર્ષમાં ખતમ થઈ જશે તેવું અનુમાન છે. અંદાજે 15 પ્રકારની નોકરીઓ છે, જે સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે. આ નોકરીઓ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે ખતમ થઈ શકે છે. ત્યારે તેજ ગતિએ ઘટનારા રોજગાર ક્ષેત્રો પર નજર કરીએ તો...

 

તેજ ગતિએ ઘટી શકે તેવી નોકરીઓ

ડેટા એન્ટ્રી ઓપરેટર, ક્લાર્ક- ઓટોમેશન અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે ડેટા એન્ટ્રી ઓપરેટર અને ક્લાર્કની નોકરી ખતમ થઈ શકે છે.

કેશિયર- ઓનલાઈન બેકિંગ અને મોબાઈલ પેમેન્ટ સિસ્ટમના કારણે બેન્કો કે અન્ય સ્થાનો પર કેશિયરની નોકરીઓ ખતમ થઈ શકે છે.

ફેકટરીઓમાં કામ કરતા શ્રમિકો- ઓટોમેશન અને રોબોટિક્સના કારણે મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોની રોજગારી જોખમમાં મૂકાઈ શકે છે.

ટેક્સીચાલક અને ડ્રાઈવર- અમેરિકા અને યુરોપના દેશોમાં તો રસ્તાઓ પર તો ઓટોમેટિક ગાડીઓ રસ્તા પર દોડતી જોવા મળવી એ સામાન્ય વાત છે. અહીં ટેક્સી સર્વિસમાં પણ ઓટોમેટિક ગાડીઓનો ઉપયોગ કરે છે. બસ ગ્રાહકે લોકેશન નાખવાનું, ઓનલાઈન પેમેન્ટ કરવાનું અને ઓટોમેટિક કાર મુસાફરને ગંતવ્ય સ્થાને પહોંચાડી દેશે. આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે ટેક્સીચાલકોની જરૂરિયાત ના રહે. ભારતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો અહીં કરોડોની સંખ્યામાં રિક્ષા, ટેક્સી અને ટ્રક ચલાવી લોકો રોજગારી મેળવે છે. આ જ સ્થિતિને ધ્યાનમાં લઈ વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ હતું કે- જ્યા સુધી તેઓ મંત્રી છે, ત્યા સુધી ભારતમાં ઓટોમેટિક કાર્સ નહીં આવવા દે.

એડમિનિસ્ટ્રેટિવ અને ઓફિસ ડેસ્ક સ્ટાફ- આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઓટોમેશનના કારણે કંપનીઓને આ નોકરીઓમાં ઉમેદવારો રાખવાની જરૂર નહીં રહે.


એકાઉન્ટન્ટ, ઓડિટિંગ વર્ક- લેટેસ્ટ સોફટવેર અને ટેકનોલોજીના કારણે હવે એકાઉન્ટિંગ અને ઓડટિંગ સરળ બની જશે. તેવામાં જે લેટેસ્ટ સ્કિલથી અપગ્રેડ રહેશે તે જ ટકી શકશે.

ફેકટરી સુપરવાઈઝર- ઓટોમેશન અને રોબોટિક્સના કારણે ફેકટરી સુપરવાઈઝરની નોકરીઓ પર તલવાર લટકી શકે છે.

પોસ્ટઓફિસ કર્મચારી- ઈ-કોમર્સ અને ક્વિક બિઝનેસના કારણે પોસ્ટઓફિસમાં કામ કરતા કર્મચારીઓની હવે જરૂર નહીં રહે.

સ્ટોરકીપર- હવે તો રોબોટિક્સ અને એડવાન્સ બિલિંગ સિસ્ટમના કારણે સ્ટોરકીપરની જરૂરિયાત નહીં રહે.

ટ્રાવેલ એજન્ટ-  હવે તો મોટી મોટી ટ્રાવેલ કંપનીઓ ઓનલાઈન બુકિંગ માટે વેબસાઈટ અને વોટ્સએપ AIચેટ બોટનો ઉપયોગ કરે છે. તેવામાં સ્વાભાવિક છે કે એજન્ટોની જરૂરિયાત નહીં રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now