Home Automobile Car Service Tips Save Money Maintenance Guide

સર્વિસિંગના નામે છેતરાતા બચો : કાર સર્વિસ વખતે રાખો આ વાતોનું ધ્યાન, બિલ થઈ જશે અડધું

સર્વિસિંગના નામે છેતરાતા બચો
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 09:30 PM IST

કારની સર્વિસ કરાવવી એ દરેક માલિક માટે અનિવાર્ય છે, પરંતુ ઘણીવાર પૂરતી જાણકારીના અભાવે લોકો સર્વિસ સેન્ટર પર બિનજરૂરી ખર્ચ કરી બેસે છે. જો તમે થોડી સાવચેતી અને સમજદારી દાખવો, તો તમારી કારની સર્વિસ પણ સારી થશે અને તમે હજારો રૂપિયાની બચત પણ કરી શકશો.

કઈ વાતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી?

સર્વિસ માટે જતા પહેલા તમારી કારમાં કઈ કઈ સમસ્યાઓ છે તેનું લિસ્ટ તૈયાર કરી લો. આનાથી Mechanic ને સ્પષ્ટ ખ્યાલ આવશે કે કયા ભાગ પર કામ કરવાનું છે. બીજી મહત્વની વાત એ છે કે સર્વિસ દરમિયાન શક્ય હોય તો ત્યાં જ હાજર રહો. ગાડી મૂકીને જતા રહેવાથી ઘણીવાર બિનજરૂરી પાર્ટ્સ બદલી દેવામાં આવે છે અથવા કામમાં વેઠ ઉતારવામાં આવે છે.

જ્યારે કોઈ પાર્ટ અથવા Engine Oil બદલવામાં આવે, ત્યારે તેની Brand અને Quality વિશે ચોક્કસ પૂછપરછ કરો. હલકી ગુણવત્તાના પાર્ટ્સ ભવિષ્યમાં મોટો ખર્ચ કરાવી શકે છે. સર્વિસ પૂર્ણ થયા બાદ બિલને ઝીણવટપૂર્વક તપાસો, જેથી કોઈ વધારાના ચાર્જિસ ભૂલથી ઉમેરાયા હોય તો તેને દૂર કરાવી શકાય.

બિનજરૂરી ખર્ચ કેવી રીતે ઘટાડવો?

સર્વિસ સેન્ટરના કર્મચારીઓ વારંવાર 'Engine Flush' કરવાની સલાહ આપતા હોય છે. જો તમે સમયસર સર્વિસ કરાવો છો, તો આની બિલકુલ જરૂર પડતી નથી. આ ટિપથી તમે સીધા 1,500 રૂપિયા બચાવી શકો છો.

આ ઉપરાંત, બિલમાં અવારનવાર 'Wiper Fluid' ના નામે 50 થી 100 રૂપિયા જોડવામાં આવે છે, જે વાસ્તવમાં સાબુનું પાણી જ હોય છે. તમે ઘરે પણ સાદા પાણીથી આ કામ કરી શકો છો. તેમજ 'Break Cleaning' અને 'Caliper Greasing' ના નામે છૂપા ચાર્જિસ વસૂલવામાં આવે છે, જે Labor Cost માં સામેલ હોવા જોઈએ. આવા બિનજરૂરી કામોને સ્કીપ કરીને તમે તમારા બિલમાં મોટો કાપ મૂકી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now