Home Automobile Car Driving Tips For Beginners Gujarati

કાર ચલાવવી શીખવા માગો છો? : આ સરળ ટિપ્સ બનાવશે ડ્રાઇવિંગ સરળ

Car Driving Tips
Published by: Vishal Dave
Last Updated: Apr 04, 2026, 05:30 PM IST

આજના સમયમાં કાર ચલાવવી એક મહત્વપૂર્ણ સ્કિલ બની ગઈ છે. પરંતુ ઘણા લોકો માટે શરૂઆતમાં ડ્રાઇવિંગ શીખવું મુશ્કેલ લાગે છે ક્યારેક અકસ્માતનો ડર, તો ક્યારેક કાર પર કંટ્રોલ ન હોવાનો ભય. જોકે, યોગ્ય માર્ગદર્શન અને કેટલીક સરળ ટિપ્સ ફોલો કરીને કોઈપણ વ્યક્તિ સરળતાથી કાર ચલાવવી શીખી શકે છે અને થોડા સમયમાં જ આત્મવિશ્વાસ મેળવી શકે છે.

કાર શીખવાની શરૂઆત: બેઝિક સમજણ જરૂરી

કાર ચલાવવાનું શીખતા પહેલા સૌથી મહત્વપૂર્ણ છે તમારી કારના બેઝિક કંટ્રોલ્સને સમજવું.

આમાં નીચેના મુખ્ય ભાગો આવે છે:

  • ક્લચ

  • બ્રેક

  • એક્સિલેટર

  • ગિયર

  • સ્ટીયરિંગ

  • ઈન્ડિકેટર

આ બેઝિક્સ સમજ્યા વગર સીધું ડ્રાઇવિંગ શરૂ કરવું મુશ્કેલ બની શકે છે. ઉપરાંત, કારના અન્ય ફીચર્સ જેમ કે AC, હીટર અને ટેક્નોલોજીકલ સિસ્ટમ્સ વિશે પણ જાણવું જરૂરી છે, જેથી ડ્રાઇવિંગ દરમિયાન કોઈ મુશ્કેલી ન આવે.

યોગ્ય સીટિંગ અને મિરર સેટિંગ કેમ મહત્વપૂર્ણ?

ડ્રાઇવિંગ શરૂ કરતા પહેલા સીટિંગ પોઝિશન અને મિરર સેટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  • સીટ એવી રીતે એડજસ્ટ કરો કે તમે આરામથી પેડલ્સ દબાવી શકો

  • રોડ સ્પષ્ટ રીતે દેખાય તે જરૂરી છે

  • રિયર વ્યૂ અને સાઇડ મિરર યોગ્ય રીતે સેટ કરો

આ સેટિંગ્સ તમારા ડ્રાઇવિંગને વધુ સલામત બનાવે છે અને અકસ્માતની શક્યતા ઘટાડે છે.

સ્ટીયરિંગ પકડવાની સાચી રીત

કાર પર સારો કંટ્રોલ રાખવા માટે સ્ટીયરિંગ પકડવાની રીત મહત્વપૂર્ણ છે.

સામાન્ય રીતે બંને હાથને “9 અને 3 વાગ્યાની પોઝિશન” પર રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

  • ગિયર બદલ્યા પછી તરત બંને હાથ સ્ટીયરિંગ પર લાવો

  • એક હાથથી ડ્રાઇવિંગ કરવાનું ટાળો

  • સતત કંટ્રોલ જાળવો

આ રીતે ડ્રાઇવિંગ વધુ સ્થિર અને સુરક્ષિત બને છે.

મિરર પર ધ્યાન રાખવું કેમ જરૂરી?

ડ્રાઇવિંગ દરમિયાન ફક્ત આગળ જોવું પૂરતું નથી.

  • સમયાંતરે ડાબા અને જમણા મિરર ચેક કરો

  • પાછળથી આવતી ગાડીઓ પર નજર રાખો

  • લેન બદલતી વખતે ખાસ ધ્યાન આપો

આ ટેવ તમને વધુ સેફ ડ્રાઇવર બનાવે છે.

શરૂઆતમાં ક્યાં પ્રેક્ટિસ કરવી?

નવા ડ્રાઇવર્સ માટે યોગ્ય પ્રેક્ટિસ સ્થળ પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  • ખાલી અને ટ્રાફિક વગરની જગ્યા પસંદ કરો

  • ધીમે ધીમે કંટ્રોલ શીખો

  • ગાડી બંધ થવાની અને ઝટકા આવવાની સમસ્યા દૂર કરો

પ્રેક્ટિસથી જ કોન્ફિડન્સ વધે છે અને ડ્રાઇવિંગ સરળ બને છે.

સ્પીડ અને ગિયર કંટ્રોલ કેવી રીતે શીખવું?

શરૂઆતમાં હંમેશા ઓછી સ્પીડ પર ડ્રાઇવિંગ કરવું શ્રેષ્ઠ છે.

  • પ્રથમ અને બીજા ગિયરમાં ડ્રાઇવ કરો

  • ક્લચ અને એક્સિલેટરનું બેલેન્સ શીખો

  • અચાનક બ્રેક અથવા એક્સિલેશન ટાળો

આ રીતે તમે સરળતાથી કાર પર કાબૂ મેળવી શકો છો.

સેફ્ટી સૌથી પહેલા

ડ્રાઇવિંગ શીખતા સમયે સેફ્ટી નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.

  • હંમેશા સીટ બેલ્ટ પહેરો

  • ટ્રાફિક નિયમોનું પાલન કરો

  • ધ્યાન ભંગ થાય તેવા કામોથી દૂર રહો

આ બાબતો તમારી અને અન્ય લોકોની સુરક્ષા માટે જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now