Home International Canada Suddenly Reduced The Number Of Student Visa Permits Given To Indian Students By 50 Percentage

કેનેડાનું સપનું હવે મોંઘું પડશે : સ્ટુડન્ટ વિઝા પરમિટમાં 50% નો તોતિંગ ઘટાડો, લાખો ગુજરાતી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

કેનેડાનું સપનું હવે મોંઘું પડશે
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 06:35 AM IST

અમેરિકા બાદ હવે કેનેડામાં પણ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસના દ્વાર ધીમે-ધીમે બંધ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ સલાહકાર સંસ્થા ICEF Monitor ના તાજેતરના અહેવાલે સૌને ચોંકાવી દીધા છે. આ રિપોર્ટ અનુસાર, કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટમાં અચાનક 50% થી વધુનો ઘટાડો કરી દીધો છે. ગત વર્ષોમાં જ્યાં કેનેડા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદગીનું સ્થળ હતું, ત્યાં હવે વિઝા રિજેક્શન રેટ વધતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે.

વિઝા પરમિટમાં 67.5% સુધીનો મોટો ઘટાડો

આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, વર્ષ 2024માં 1,88,255 ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પરમિટ મળી હતી. જેની સામે વર્ષ 2025ના પ્રથમ સાત મહિનામાં માત્ર 52,765 પરમિટ જ આપવામાં આવી છે. નિષ્ણાતોના મતે, વર્ષ 2025ના અંત સુધીમાં આ આંકડો માંડ 90,000 સુધી પહોંચશે. જે વર્ષ 2023ની સરખામણીમાં 67.5% નો તોતિંગ ઘટાડો દર્શાવે છે. આ ઘટાડો કેનેડા સરકારની બદલાયેલી ઇમિગ્રેશન પોલિસી અને હાઉસિંગ કટોકટીનું પરિણામ માનવામાં આવે છે.

ICEF મોનિટરનો ચોંકાવનારો ખુલાસો: અપ્રુવલ રેટ માત્ર 30%

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વિઝા મંજૂર થવાનો દર (Approval Rate) જે અગાઉ 51% હતો, તે હવે ઘટીને માત્ર 30% જ રહ્યો છે. જાન્યુઆરી થી જૂન 2025 દરમિયાન થયેલી લાખો અરજીઓમાંથી માત્ર 31,580 અરજીઓને જ મંજૂરી મળી છે. આ સ્થિતિને કારણે કેનેડામાં એક્ટિવ સ્ટડી પરમિટ ધરાવતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં પણ 23.2% નો ઘટાડો નોંધાયો છે. જુલાઈ 2025 સુધીમાં કેનેડામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 7.85 લાખ થઈ ગઈ છે.

ગુજરાતી વિદ્યાર્થીઓના લાખો રૂપિયા દાવ પર

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાંથી દર વર્ષે અંદાજે 15,000 થી વધુ વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. વાલીઓ પોતાના સંતાનોને વિદેશ મોકલવા માટે કોચિંગ, IELTS ની ફી અને વિઝા પ્રોસેસિંગમાં લાખો રૂપિયાનું રોકાણ કરે છે. ઘણી વખત જમીન વેચીને કે લોન લઈને ફી ભરનારા મધ્યમવર્ગીય પરિવારો માટે આ વિઝા કપાત આર્થિક ફટકા સમાન સાબિત થઈ રહી છે.

હવે વિદ્યાર્થીઓ શોધી રહ્યા છે અન્ય વિકલ્પો

કેનેડાના કડક નિયમો અને વર્ક પરમિટમાં થતા ફેરફારોને કારણે હવે ગુજરાતી વિદ્યાર્થીઓ અન્ય દેશો તરફ વળ્યા છે. કેનેડાના વિકલ્પ તરીકે હવે:

  • યુનાઇટેડ કિંગડમ (UK)

  • ઓસ્ટ્રેલિયા

  • જર્મની (ખાસ કરીને એન્જિનિયરિંગ માટે)

  • ભારતની ટોચની યુનિવર્સિટીઓ

વિદ્યાર્થીઓ હવે માત્ર કેનેડા પર નિર્ભર રહેવાને બદલે મલ્ટીપલ ઓપ્શન્સ વિચારી રહ્યા છે જેથી તેમનું વર્ષ બગડે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now