Home International Canada Indian Origin Ruby Dhalla Fighting For Liberal Party Chief And Prime Minister Contest

જો હું ચૂંટણી જીતીશ તો : ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને તગેડીશ, USA પછી હવે કયો દેશ?

જો હું ચૂંટણી જીતીશ તો
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2025, 06:10 AM IST

કેનેડામાં લિબરલ પાર્ટીના નેતા અને પ્રધાનમંત્રી પદ માટે રાજકારણ ચાલુ છે. આ દરમિયાન, ભારતીય મૂળના ભૂતપૂર્વ કેનેડિયન સાંસદ અને પીએમ પદના ઉમેદવાર રૂબી ધલ્લાએ મંગળવારે (28 જાન્યુઆરી) ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ પરના તેમના વલણને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેનેડાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર રૂબી ધલ્લાએ વચન આપ્યું છે કે જો તે PM બનશે તો તે કેનેડામાંથી તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલો કરશે.

રૂબી ધલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ શેર કર્યો છે. જેમાં તેણીએ કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી તરીકે હું ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સનો દેશનિકાલો કરીશ અને માનવ તસ્કરો સામે કડક કાર્યવાહી કરીશ. આ મારું તમને વચન છે.”

બ્રેમ્પટન-સ્પ્રિંગડેલ સીટના ભૂતપૂર્વ સાંસદ

ભૂતપૂર્વ ભારતીય મૂળના સાંસદ રૂબી ધલ્લાએ 2004થી 2011 દરમિયાન બ્રેમ્પટન-સ્પ્રિંગડેલની હાલની નિષ્ક્રિય બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ધલ્લા લિબરલ પાર્ટીના નેતા તેમજ સંભવિત કેનેડાના આગામી પ્રધાનંત્રી તરીકે જસ્ટિન ટ્રુડોને બદલવાની રેસમાં સત્તાવાર રીતે જોડાયા છે.

કેનેડિયનો અને કેનેડા માટે લડવાની આતૂરતા - રૂબી ધલ્લા

તેમણે મેનિફેસ્ટોમાં કેનેડાના ભવિષ્ય માટેના વિઝનને સમજાવ્યું. "હું કેનેડાના લોકો માટે ઉભા રહેવા અને કેનેડા માટે લડવા માટે આતૂર છું," તેમણે કહ્યું. નેતા તરીકે, હું પાર્ટીને ફરીથી પાર્ટીના સભ્યોના હાથમાં સોંપીશ અને કેનેડિયનો સામેના પડકારોના ઉકેલ માટે દરેકની સાથે ઊભા રહીશ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક