Home Gujarat Brothel Operating Under The Guise Of A Spa Was Exposed In Bahucharaji

બહુચરાજીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ : ગ્રાહક દીઠ 1 હજાર લેવામાં આવતા, સંચાલકની ધરપકડ

બહુચરાજીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 05:37 AM IST

મહેસાણા જિલ્લાના બહુચરાજી વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બહુચરાજીમાં આવેલા શક્તિ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સમાં કાર્યરત ‘ધ બેલા સ્પા’ પર પોલીસ દ્વારા અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ખુલ્યું કે, સ્પામાં મસાજની સેવા આપવાના બહાને હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું.

ગ્રાહક પાસેથી દેહવ્યાપાર માટે રૂ.1 હજારની રકમ વસૂલવામાં આવતી

સ્પાના સંચાલક રાજુ ચૌધરી દ્વારા પરપ્રાંતિય યુવતીઓને અહીં રાખી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસ મુજબ સ્પામાં આવતા દરેક ગ્રાહક પાસેથી દેહવ્યાપાર માટે રૂ. 1000ની રકમ વસૂલવામાં આવતી હતી. સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ લાંબા સમયથી ચાલી રહી હતી.

પોલીસે સંચાલકની કરી ધરપકડ

દરોડા દરમિયાન પોલીસે સંચાલક રાજુ ચૌધરીની ધરપકડ કરી હતી તેમજ અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર પર્દાફાશ બહુચરાજીના પી.આઈ. પી.એલ. વાઘેલાની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની