Home International Britain King Charles Strips Brother Andrews Prince Title

બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈને ઝટકો! : 'પ્રિન્સ'નું બિરુદ છીનવ્યું, હવેલી પણ ખાલી કરવાનો આદેશ

બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈને ઝટકો!
Published by: OBS Bureau
Last Updated: Oct 31, 2025, 04:34 AM IST

King Charles Prince Andrews: જેફરી એપ્સટિન વિવાદ બ્રિટિશ શાહી પરિવાર સુધી પહોંચ્યો છે. બ્રિટનના રાજા ચાર્લ્સે તેમના નાના ભાઈ એન્ડ્રુ પાસેથી 'પ્રિન્સ'નું બિરુદ છીનવી લીધું છે અને તેમને વિન્ડસર મેન્શન ખાલી કરવાનો આદેશ પણ આપ્યો છે. બકિંગહામ પેલેસે આ જાહેરાત કરી હતી. ત્યારે કિંગ ચાર્લ્સે આ નિણર્ય 65 વર્ષીય ડ્યુક ઓફ યોર્કના યૌન અપરાધી જેરફી અપસ્ટીન સાથે સંબંધોની શરૂઆતથી કરેલી સાર્વજનિક તપાસ અને વર્જિનિયા ગિફ્રેના મોત બાદ તેમના સંસ્મરણ નોબડીઝ ગર્લ્સના લોન્ચ થયા બાદ લીધો છે.

ગિફ્રેએ એન્ડ્રુ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો

41 વર્ષીય વર્જિનિયા ગિફ્રેએ એપ્રિલ 2025 માં આત્મહત્યા કરી હતી અને એન્ડ્રુ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો, પરંતુ એન્ડ્રુએ આરોપોને નકારી કાઢ્યા હતા. જોકે આરોપો સાબિત થયા ન હતા અને તપાસ ચાલુ હતી, ગિફ્રેએ આત્મહત્યા કરી હતી. પોતાના સંસ્મરણોમાં, ગિફ્રેએ જાતીય શોષણની વાર્તા વર્ણવી હતી, જેણે શાહી પરિવારની છબીને કલંકિત કરી હતી. બકિંગહામ પેલેસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહામહિમ રાજા ચાર્લ્સે પ્રિન્સ એન્ડ્રુને આપવામાં આવેલા તમામ સન્માનો છીનવી લીધા છે. તેઓ હવે પ્રિન્સ એન્ડ્રુ તરીકે નહીં, પરંતુ એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસર તરીકે ઓળખાશે.

દીકરીઓ માટે રાજકુમારીનું બિરુદ યથાવત રહેશે

જણાવી દઈએ કે એન્ડ્રુની પુત્રીઓ પ્રિન્સેસ બીટ્રિસ અને પ્રિન્સેસ યુજેની તેમના શાહી પદવીઓ જાળવી રાખશે, કારણ કે તે તેમને રાજા જ્યોર્જ પંચમ દ્વારા સ્થાપિત 1917 ના નિયમો અનુસાર આપવામાં આવી હતા, જે બધા બાળકોને સમાન અધિકારો અને આદર પ્રદાન કરે છે. જેફરી એપ્સ્ટેઇન કેસમાં ફસાયા બાદ રાજવી પરિવારને ટીકાનો સામનો કરવો પડ્યો હતો, તેથી આ મહિનાની શરૂઆતમાં પ્રિન્સ એન્ડ્રુએ તેમના પદવીઓ અને સન્માનો છોડી દેવાની ઓફર કરી હતી, પરંતુ આ પગલાથી એપ્સ્ટેઇન સાથેના તેમના સંબંધો અંગેના પ્રશ્નો શાંત થયા નહીં. 2019 માં શાહી પરિવાર પ્રત્યેની તેમની ફરજોમાંથી મુક્ત થયા હોવા છતાં તેઓ જીવનશૈલીને લઈને પણ સવાલોમાં ઘેરાયેલા રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની