logo-img
Bring Home Tata Nexon For Just 1 Lakh Know How Much Will Be The Monthly Emi

માત્ર ₹1 લાખમાં ઘરે લાવો Tata Nexon, જાણો કેટલી આવશે માસિક EMI : ઓછી કિંમતે શાનદાર માઇલેજ અને પાવરફુલ એન્જિનનો અનુભવ!

માત્ર ₹1 લાખમાં ઘરે લાવો Tata Nexon, જાણો કેટલી આવશે માસિક EMI
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 12:42 PM IST

Tata Nexon : જો તમે તમારા પરિવાર માટે એક સુરક્ષિત અને સ્ટાઇલિશ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ટાટા નેક્સોન (Tata Nexon) તમારા માટે શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થઈ શકે છે. ઘણા લોકોને કાર લેવી હોય છે પણ એકસાથે લાખો રૂપિયા ચૂકવવા શક્ય હોતા નથી. આવામાં ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, તમે માત્ર 1 લાખ રૂપિયા જેવું ડાઉન પેમેન્ટ ભરીને પણ આ શાનદાર SUV તમારા ઘરે લાવી શકો છો. જાણો આ કારની કિંમત, EMI અને તેના ફીચર્સ વિશેની માહિતી.

કિંમત અને ડાઉન પેમેન્ટની ગણતરી

ટાટા નેક્સોનનું બેઝ મોડલ 'સ્માર્ટ પેટ્રોલ' (Smart Petrol) એક્સ-શોરૂમ કિંમત ₹7.31 લાખમાં ઉપલબ્ધ છે. જો તેમાં RTO, વીમો અને અન્ય ચાર્જ ઉમેરવામાં આવે તો તેની ઓન-રોડ કિંમત અંદાજે ₹8.34 લાખ સુધી પહોંચે છે. જો તમે ₹1.02 લાખનું ડાઉન પેમેન્ટ ભરો છો, તો તમારે બાકીની ₹7.31 લાખની રકમ માટે લોન લેવી પડશે.

માસિક EMI કેટલી હશે?

ધારો કે તમે ₹7.31 લાખની લોન 9.8% ના વ્યાજ દરે 4 વર્ષ (48 મહિના) માટે લો છો, તો તમારે દર મહિને અંદાજે ₹18,492 ની EMI ચૂકવવી પડશે. યાદ રાખો કે, જો તમે ડાઉન પેમેન્ટની રકમ વધારો છો, તો તમારી લોનની રકમ અને વ્યાજ બંનેમાં ઘટાડો થશે. અલગ-અલગ બેંકના વ્યાજ દર અને તમારા ક્રેડિટ સ્કોરના આધારે આ હપ્તાની રકમમાં થોડો ફેરફાર થઈ શકે છે.

એન્જિન અને પાવરફુલ પરફોર્મન્સ

ટાટા નેક્સોન માત્ર લુકમાં જ નહીં પણ પરફોર્મન્સમાં પણ દમદાર છે. આ કારમાં 1.2-લિટર ટર્બોચાર્જ્ડ રેવોટ્રોન એન્જિન આપવામાં આવ્યું છે, જે 88.2ps નો પાવર અને 170nm નો ટોર્ક જનરેટ કરે છે. સૌથી સારી વાત એ છે કે, આ કાર પેટ્રોલ, ડીઝલ અને CNG એમ ત્રણેય ઓપ્શનમાં મળે છે. તેની માઇલેજ 17 થી 24 kmpl સુધીની છે.

કોની સાથે છે ટક્કર?

ભારતીય બજારમાં ટાટા નેક્સોનનો મુકાબલો ઘણી મજબૂત કારો સાથે છે. તેના મુખ્ય કોમ્પિટિટર્સમાં Maruti Suzuki Brezza, Hyundai Venue, Kia Sonet અને Mahindra XUV3XO જેવી કારોનો સમાવેશ થાય છે. તેમ છતાં, તેની મજબૂત બોડી અને 5-સ્ટાર સેફ્ટી રેટિંગના કારણે તે ગ્રાહકોની પહેલી પસંદ બની રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now