Maruti Suzuki Alto K10 : ભારતીય રસ્તાઓ પર Maruti Suzuki ની કાર હંમેશા લોકપ્રિય રહી છે, ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે Alto એક ભરોસાપાત્ર નામ છે. જો તમે પણ મર્યાદિત બજેટમાં એક શાનદાર માઇલેજ અને આધુનિક ફીચર્સવાળી નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Maruti Suzuki Alto K10 તમારા માટે શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થઈ શકે છે. ₹1 લાખના ડાઉન પેમેન્ટ પર Marurti Suzuki Alto ને તમારા ઘરે લાવવાનું વિચારી રહ્યા છો, તો જાણો દર મહિને તમારે કેટલા રૂપિયાનો હપ્તો (EMI) ભરવો પડશે.
બેઝ મોડેલ (STD) ની EMI વિગત
જો તમે અલ્ટો K10નું સૌથી સસ્તું એટલે કે બેઝ મોડેલ STD (પેટ્રોલ) ખરીદવા ઈચ્છો છો, તો તેની એક્સ-શોરૂમ કિંમત ₹3.69 લાખ છે. અમદાવાદના ટેક્સ મુજબ, તેની ઓન-રોડ કિંમત લગભગ ₹4.24 લાખ સુધી પહોંચે છે.
ડાઉન પેમેન્ટ : ₹1,00,000
લોન રકમ : ₹3,24,674
વ્યાજ દર (અંદાજિત) : 9%
સમયગાળો : 5 વર્ષ
માસિક EMI : ₹6,910
કુલ વ્યાજ : ₹81,690 (5 વર્ષ માટે)
VXI વેરિઅન્ટ પર લોન અને EMI
વધુ ફીચર્સ ધરાવતા VXI (પેટ્રોલ) વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત ₹4.49 લાખ છે, જેની ઓન-રોડ કિંમત અંદાજે ₹5.12 લાખ થાય છે.
ડાઉન પેમેન્ટ : ₹1,00,000
લોન રકમ : ₹4,12,916
વ્યાજ દર (અંદાજિત) : 9%
સમયગાળો : 5 વર્ષ
માસિક EMI : ₹8,405
કુલ વ્યાજ : ₹99,390
કિંમત અને વિવિધ વેરિઅન્ટ્સ
મારુતિ અલ્ટો K10 ભારતીય બજારમાં અલગ-અલગ ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: STD, LXi, VXi અને VXi Plus. આ કારની કિંમત ₹3.70 લાખથી શરૂ થઈને ₹5.45 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તમે તમારી જરૂરિયાત અને બજેટ મુજબ યોગ્ય મોડલ પસંદ કરી શકો છો.
પાવરફુલ એન્જિન અને શાનદાર માઇલેજ
આ નાની કારમાં 1-લિટરનું ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 67ps નો પાવર જનરેટ કરે છે. તેમાં મેન્યુઅલ અને AMT બંને ગિયરબોક્સનો ઓપ્શન મળે છે.
પેટ્રોલ માઇલેજ : 24.39kmpl
CNG માઇલેજ : 33.40km/kg
આધુનિક ફીચર્સ અને સેફ્ટી
નવી અલ્ટો K10 માત્ર સસ્તી જ નથી, પણ ફીચર્સથી ભરપૂર છે. તેમાં 7-ઇંચની ટચસ્ક્રીન, કીલેસ એન્ટ્રી, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ્સ અને સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે. સેફ્ટી માટે તેમાં ડ્યુઅલ એરબેગ્સ, ABS સાથે EBD અને રિવર્સ પાર્કિંગ સેન્સર જેવા જરૂરી ફીચર્સ આપવામાં આવ્યા છે.




















