Home Health-lifestyle Bring Ease To This Stressful Life Do This Work

તણાવ હટાવો, જિંદગી બચાવો : આ સ્ટ્રેસભરી લાઈફમાં લાવો હળવાશ, કરો આ કામ

તણાવ હટાવો, જિંદગી બચાવો
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 04:30 AM IST

આજકાલ સૌની લાઈફ ભાગદોડ વાળી અને સ્ટ્રેસ વાળી થઈ ગઈ છે. અને જેના કારણે લોકો અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. ત્યારે નાની ઉંમરમાં મોટા રોગનો ભોગ ન બનીએ તે માટે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે નાની પરંતુ મહત્વની આદતો તમારી જીવનશૈલી સુધારશે અને તમારો તણાવ ઓછો કરશે.

વ્યાયામ
વ્યાયામ શારીરિકની સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારુ છે. નિયમિત વ્યાયામ કરવાથી તણાવ ઓછો થાય છે, મૂડ સારો થાય છે અને નિંદર સારી આવે છે. તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ વ્યાયામ કરી શકો છો.

ધ્યાન
મનને શાંત કરવા માટે ધ્યાન સૌથી સારો ઉપાય છે. તમે દિનમાં કેટલીક મિનિટો કાઢીને ધ્યાન કરી શકો છો. આ માટે તમે કોઈ શાંત જગ્યાએ બેસો અને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરો.

સ્વસ્થ આહાર
કહેવાય છે, જેવું અન્ન તેવું મન. સ્વસ્થ આહાર લેવાથાી તમારું શરીર સ્વસ્થ રહગેશે અને તમે બીમાર ઓછા પડશો. ફળ, શાકભાજી, દાળ અને અનાજનું સેવન કરો. જંકફૂડ અને ગળ્યાનું ઓછું સેવન કરો.

ટાઈમ મેનેજમેન્ટ
કામનો બોજ વધવાથી તણાવ વધે છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. તમે તમારી દિનચર્યા નક્કી કરીને સમય પર કામ પુરું કરી શકો છો.

ડિજિટલ ડિટોક્સ
આજકાલ સોશિયલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ વધી ગયો છે. જેના કારણે તણાવ વધી શકે છે. તમારે થોડા ટાઈમે સમય સમય પર સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવો જોઈએ.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now