Home Sports Breaking News Virat Kohli Retrierd In Test Cricket

ટેસ્ટ ક્રિકેટમાંથી વિરાટ કોહલીનો સન્યાસ : વન-ડે અને IPL રમતો રહેશે વિરાટ, "હું મારા ટેસ્ટ ક્રિકેટ કરિયરને ખુબ સારી રીતે યાદ રાખીશ"

ટેસ્ટ ક્રિકેટમાંથી વિરાટ કોહલીનો સન્યાસ
Published by: OBS Bureau
Last Updated: May 12, 2025, 06:57 AM IST

Virat Kohli Latest Update: ક્રિકેટ ચાહકો અને કિંગ કોહલીના ફેન્સ માટે બેન્ડ ન્યૂઝ. હવે ટીમ ઈન્ડિયાની વાઈટ જર્સીમાં ક્યારેય નહીં દેખાય વિરાટ કોહલી. ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની વિરાટ કોહલીએ કરી દીધી છે જાહેરાત. સન્યાસની જાહેરાત સાથે વિરાટ કોહલીએ પોતાના ચાહકોનો દિલથી આભાર માનીને ધન્યવાદ કહ્યું છે.

વિરાટ કોહલીએ કહ્યુંકે, હું ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઈ રહ્યો છું. હું મારા ટેસ્ટ ક્રિકેટના કરિયરને ખુબ સારી રીતે યાદ રાખીશ. ક્રિકેટ મારો પહેલો પ્રેમ છે અને એ હંમેશા માટે રહેશે. ચાહકો માટે સારા સમાચાર એ છેકે, વિરાટ કોહલી વન-ડે અને આઈપીએલ મેચ રમતા રહેશે.

ઉલ્લેખનીય છેકે, આ અગાઉ વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચૂક્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ થોડા દિવસ પહેલાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ અચાનક એક જ સપ્તાહમાં ટેસ્ટ ક્રિકેટથી વિરાટ કોહલીના સન્યાસની જાહેરાતથી અનેક તર્ક વિતર્ક ઉભા થાય છે.

બેટર તરીકે વિરાટ કોહલીનો રેકોર્ડઃ
કુલ મેચ- 123
કુલ રન-9230
શતક- 30
સર્વશ્રેષ્ઠ- 254
એવરેજ- 47


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now