Home International Brazil Statue Of Liberty Replica Topples Due To Strong Winds

Statue Of Liberty ધરાશાયી! : વાવાઝોડાના કારણે 7 માળની બિલ્ડિંગ જેટલું સ્ટેચ્યુ તૂટી પડ્યું

Statue Of Liberty ધરાશાયી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 06:19 AM IST

Brazil Statue Of Liberty Replica fall : બ્રાઝિલમાં આવેલા શક્તિશાળી વાવાઝોડાએ રિયો ગ્રાન્ડે દો સુલના ગુઆઇબા શહેરમાં કઈંક એવું રૂપ બતવ્યું કે દરેકને સ્તબ્ધ કરી દીધા છે. પવન ખૂબ જ જોરદાર હતો, જેના કારણે હવાના મેગાસ્ટોરની બહાર અમેરિકન સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની 24 મીટર ઊંચી પ્રતિકૃતિ(રેપ્લિકા) ધરાશાયી થઈ ગઈ. ઘણા લોકોએ આ આઘાતજનક ક્ષણનો વીડિયો કેદ કર્યો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે વિશાળ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ધીમે ધીમે ખાલી પાર્કિંગમાં આગળ તરફ ઝૂકી રહ્યું છે અને પછી જમીન પર તૂટી પડ્યું.

હવે તમે વિચારી રહ્યા હશો કે આટલું મોટું સ્ટેચ્યુ તોડી પાડવા માટે પવન કેવો ફૂંકાયો હશે. બ્રાઝિલની નાગરિક સુરક્ષા એજન્સી, ડેફેસા સિવિલ અનુસાર, મેટ્રોપોલિટન વિસ્તાર માટે હવામાનની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી હતી, જેમાં પવનની ગતિ 90 કિમી/કલાકથી વધુ હતી.

આ સ્ટેચ્યુ 2020 માં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને ઇજનેરો દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું હતું. તે 11-મીટર કોંક્રિટ બેઝ પર બનેલ છે. સ્ટેચ્યુ ધરાશાયી થયા પછી પણ આ કોંક્રિટ બેઝ તેમનો તેમ જ રહ્યો. સદનસીબે, સ્ટેચ્યુ ધરાશાયી થયાના થોડા સમય પહેલા જ વાહનો અને લોકોને આસપાસના વિસ્તારથી દૂર કરવામાં આવ્યા હતા. પરિણામે, આ મૂર્તિ ધરાશાયી થવાથી કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થતું અટક્યું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુઆઇબાના મેયર માર્સેલો મારાનાટાએ ઓનલાઇન ઘટનાની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે પવન લગભગ 80 થી 90 કિમી/કલાકની ઝડપે ફૂંકાયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now