Home Sports Bouncer Ind Vs Aus Travis Head Hundred At Gabba Earlier Got 3 Times Golden Duck Out Brisbane Record

Travis Head Hundred : 0,0,0... ટ્રેવિસ હેડ બન્યો 'ઝીરો'માંથી હીરો, ગાબામાં 727 દિવસ બાદ ફટકારી સદી

Travis Head Hundred
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2024, 06:25 AM IST

India vs Australia 3rd Test Day 2: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી હતી. બુમરાહે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના ઓપનરોનો શિકાર કરીને ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી હતી. જો કે, ટ્રેવિસ હેડ સાથે સ્ટીવ સ્મિથ સાથે મળીને ભારતને મોટો ઝટકો આપ્યો હતો.


ટ્રેવિસ હેડે ભારત સામે બેક ટુ બેક સદી ફટકારી છે. અગાઉ તેમણે ગાબા મેદાન પર ત્રણ ટેસ્ટ ઇનિંગ્સમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.


ગાબા મેદાન પર ટ્રેવિસ હેડનો અગાઉનો રેકોર્ડ ખરાબ હતો. છેલ્લી ત્રણ ટેસ્ટ ઇનિંગ્સમાં હેડ ગાબામાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. તે ગોલ્ડન ડક આઉટ થયો હતો. હેડે 2024માં વેસ્ટ ઈન્ડિઝ સામે શૂન્ય પર આઉટ થયો હતો. આ પહેલા તે 2022માં આ મેદાન પર શ્રીલંકા સામે ખાતુ ખોલાવી શક્યો ન હતો. હવે 2024માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં તેમણે આ 727 દિવસ કમબેક કર્યું છે. માર્નસ લાબુશેનની વિકેટ પડ્યા બાદ ટ્રેવિસ હેડ બેટિંગ કરવા આવ્યો અને શાનદાર બેટિંગ કરી છે.


ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ સદી

ગાબા ટેસ્ટના બીજા દિવસે ટ્રેવિસ હેડે સ્પીડમાં રન બનાવ્યા અને 114 બોલમાં પોતાની સદી પૂરી કરી. જેમાં 10થી વધુ ફોર સામેલ હતા. ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં હેડની આ ત્રીજી સદી છે. જે બાદ હવે હેડે ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ સદી ફટકારી છે. આ યાદીમાં ઈંગ્લેન્ડની ટીમ બીજા સ્થાને છે. હેડે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં 2 સદી ફટકારી છે. આ સિવાય તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે 2, ન્યૂઝીલેન્ડમાં 1 અને શ્રીલંકા સામે પણ સદી ફટકારી છે.


બીજા સેશનમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો

પ્રથમ સેશન સંપૂર્ણપણે ટીમ ઈન્ડિયાના નામે રહ્યું હતું. ભારતીય બોલરોએ પહેલા સેશનમાં 3 વિકેટ ઝડપી હતી. આ પછી બીજું સેશન ઓસ્ટ્રેલિયાના નામે રહ્યું હતું. જેનું કારણ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ હતા. હેડે પોતાની સદી પૂરી કરી ત્યારે સ્મિથે લાંબા સમય બાદ અડધી સદી ફટકારી હતી. બન્ને વચ્ચે 150થી વધુ રનની પાર્ટનરશિપ બનાવી છે.. જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ હવે ગાબા ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા બીજા સેશનમાં કોઈ વિકેટ લઈ શકી નહોતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now