Home Entertainment Border 2 Trailer Released Sunny Deols Snarl Will Make You Cry Goosebumps Come Seeing Varun Diljit Ahan Trishakti

'જંગ હથિયારો સે નહીં, જુર્રત સે જીતી જાતી હૈ' : બોર્ડર 2 ટ્રેલર રિલીઝ, સની દેઓલની ત્રાડથી રૂવાડા ઉભા થઈ જશે, ત્રિશક્તિની તાકાત જોઈને આવી જશે ગોસબમ્પ્સ!

'જંગ હથિયારો સે નહીં, જુર્રત સે જીતી જાતી હૈ'
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 05:34 AM IST

ભારતીય સિનેમાના એક અમર ક્લાસિક 'બોર્ડર' (1997)ના ગીતો અને ડાયલોગ્સ વિના સ્વતંત્રતા દિવસ કે ગણતંત્ર દિવસની ઉજવણી અધૂરી લાગે છે. તે જ 'બોર્ડર'ની સિક્વલ 'બોર્ડર 2'નું ટ્રેલર આજે રિલીઝ થયું છે, જેમાં સની દેઓલની આઇકોનિક ત્રાડ ફરી એકવાર દર્શકોના રૂંવાડા ઊભા કરી દેશે. આ વખતે યુદ્ધ માત્ર જમીન પર જ નહીં, પરંતુ જળ, થલ અને નભ – એટલે કે આર્મી, નેવી અને એરફોર્સની ત્રિશક્તિ સાથે લડાશે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી જેવા સ્ટાર્સ સાથે સની દેઓલનું પાવરફુલ પર્ફોર્મન્સ દેશભક્તિનો નવો જોશ ભરી દેશે. ટ્રેલરમાં દમદાર ડાયલોગ્સ, ઇમોશનલ મોમેન્ટ્સ અને ધમાકેદાર એક્શન સિક્વન્સ જોઈને દર્શકોના ખૂનમાં ઉત્સાહ ભરાઈ જશે. 23 જાન્યુઆરી, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થનારી આ ફિલ્મ ગણતંત્ર દિવસના લાંબા વીકએન્ડ પર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે તેવી અપેક્ષા છે.

સની દેઓલની ત્રાડ ફરી રૂંવાડા ઊભા કરી દેશે

3 મિનિટ 35 સેકન્ડ લાંબા આ ટ્રેલરની શરૂઆતમાં સની દેઓલ પાકિસ્તાની ટેન્કની સામે અડગ ઊભા છે. પાકિસ્તાની સૈનિક તોપ ફેરવીને 'ફાયર'નો આદેશ આપે છે, પરંતુ સનીની આંખોમાં ડરની જગ્યાએ જુર્રત અને જજબો ઝલકે છે. ત્યારબાદ તેમનો ગુંજતો અવાજ ગાજે છે: "સૈનિક માટે બોર્ડર એ માત્ર નકશા પર દોરેલી લીટી નથી, પરંતુ પોતાના દેશને આપેલું એક વચન છે કે, જ્યાં તે ઉભો છે, તેની આગળ કોઈ નહીં જઈ શકે. ન તો કોઈ દુશ્મન, ન તેની ગોળી અને ન તો તેનો ઈરાદો. અને આજે ગમે તે થઈ જાય, આપણે આ વાયદો તૂટવા નહીં દઈએ." આ ડાયલોગ સાંભળતાં જ જૂની 'બોર્ડર'ની યાદો તાજી થઈ જાય છે અને દર્શકોના રૂંવાડા ઊભા થઈ જાય છે.

ત્રણેય સેનાઓની તાકાત: આર્મી, નેવી અને એરફોર્સનું એકીકરણ

'બોર્ડર 2'માં યુદ્ધનું કેન્વાસ વિસ્તર્યું છે. વરુણ ધવન ભારતીય આર્મીના મેજર હોશિયાર સિંહ દહિયાનું પાત્ર ભજવે છે અને જમીન પર ઓપરેશન સંભાળે છે. ટ્રેલરમાં તે કહે છે: "હમારે ગાંવ મેં એક કહાવત હૈ, હમ પૂજા ભલે હી રામ કી કરતે હૈ, લેકીન તેવર પરશુરામ કી રખતે હૈ." દિલજીત દોસાંઝ એરફોર્સના ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોંની ભૂમિકામાં છે અને આકાશ પર કબજો જમાવે છે: "ભલે હી હમારી તાદાત કમ હો સર, લેકીન તાકત કિસી સે કમ નહીં હૈ. યે આસમાન હમારા હૈ, હમારા હી રહેગા." અહાન શેટ્ટી નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર એમ.એસ. રાવત તરીકે દેખાય છે અને પાણીમાં સીમા રક્ષણ કરે છે: "ઇન પાનીમેં હમ ઇન્ડિયન બોર્ડર હૈ, રંગા. કિસી ભી હાલત મેં દુશ્મન યે લાઇન ક્રોસ નહીં કર સકતા." આ ત્રણેયની તાકાત સાથે સની દેઓલનું નેતૃત્વ ફિલ્મને અજેય બનાવે છે.

દમદાર ડાયલોગ્સ અને ઇમોશનલ મોમેન્ટ્સ

સની દેઓલ સૈનિકોને કહે છે: "દુનિયા કા કોઈ ભી અફસર યહી કહેગા કી હમ યે જંગ હારેંગે, લેકીન મેં કહેતા હું કે હમ યે જંગ જીતેંગે... ક્યોંકી જંગ હથિયારો સે નહીં, જુર્રત સે જીતી જાતી હૈ. હૈ વો જુર્રત..." વરુણ ધવન પત્નીને કહે છે: "ફૌજી હું, વાપસ તો આના હી હૈ, યા તો જીત કર, યા તો યાદ બનકર. લેકીન આના જરૂર હૈ." દિલજીત માતાને કહે છે: "ચંગા મેરી સોતેલી માઈ, અબ ચલતા હું, અસલી મા કા બુલાવા આ ગયા." મોના સિંહ સની દેઓલને કહે છે: "સિર્ફ યે જંગ નહીં, અપને અંદરવાલી જંગ ભી જીત કે આના." આ ડાયલોગ્સ અને ઇમોશનલ સીન્સ ફિલ્મને માત્ર એક્શનથી ભરેલી નહીં, પરંતુ દિલને સ્પર્શતી બનાવે છે.

ફિલ્મની કાસ્ટ અને રિલીઝ ડેટ

અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી 'બોર્ડર 2'માં સની દેઓલ (લેફ્ટનન્ટ કર્નલ ફતેહ સિંહ કલેર), વરુણ ધવન (મેજર હોશિયાર સિંહ દહિયા), દિલજીત દોસાંઝ (ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોં), અહાન શેટ્ટી (લેફ્ટનન્ટ કમાન્ડર એમ.એસ. રાવત) સાથે મોના સિંહ, મેધા રાણા, સોનમ બાજવા, અન્યા સિંહ અને અન્ય કલાકારો છે. ફિલ્મ ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત છે અને જેપી દત્તાની જેપી ફિલ્મ્સના સહયોગથી બનેલી છે. પ્રોડ્યુસર્સ: ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા. આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે, જે ગણતંત્ર દિવસના વીકએન્ડ સાથે જોડાયેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now