Home Entertainment Bollywood Pushpa Fame Actress Rashmika Mandana Got Injured

પુષ્પાની શ્રીવલ્લી તો મૂકાઈ મુસિબતમાં! : તો શું રશ્મિકા નહીં કરી શકે ફિલ્મોની શુટિંગ?

પુષ્પાની શ્રીવલ્લી તો મૂકાઈ મુસિબતમાં!
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2025, 06:59 PM IST

પુષ્પાની શ્રીવલ્લી મુસિબતમાં મૂકાઈ ગઈ છે, પરંતુ આ વખતે તેનો પુષ્પા પણ કઈ કરી શકશે નહીં. અહીં વાત અમે રિઅલ લાઈફ શ્રીવલ્લી એટલે કે રશ્મિકા મંદાનાની કરી રહ્યા છીએ. રશ્મિકા મંદાના જીમમાં વર્કઆઉટ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ છે.  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર રશ્મિકાએ આ અંગે જાણકારી શેર કરી છે.  તેણે કહ્યું કે ઈજા પહોંચવાના કારણે તેની ફિલ્મોને અસર થઈ છે. તે શૂટિંગ કરવામાં હાલ સક્ષમ નથી. અઠવાડિયા કે મહિનાઓ સુધી આરામ કરવો પડી શકે છે.

જીમમાં વર્કઆઉટ કરતા ઈજા

પુષ્પા 2ની અભિનેત્રી રશ્મિકા મંદાનાને  જિમમાં વર્કઆઉટ કરતી વખતે પગમાં ઈજા પહોંચી છે. સાઉથ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર હેલ્થ અપડેટ આપી છે. તેણે કહ્યું કે આ ઘટનાને કારણે તેની આગામી ફિલ્મોનું શૂટિંગ પ્રભાવિત થયું છે. અભિનેત્રીએ વિલંબ માટે તેના ડિરેકટર્સની માફી માંગી છે. ઘણા ફોટા શેર કરતી વખતે, રશ્મિકા મંદાનાએ કેપ્શનમાં લખ્યું, 'ઠીક છે... મને લાગે છે કે હું તમને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું! મેં મારા પવિત્ર જિમ મંદિરમાં મારી જાતને ઇજા પહોંચાડી. હવે હું આગામી થોડા અઠવાડિયા કે મહિનાઓ માટે 'હોપ મોડ'માં છું કે ભગવાન જ જાણે છે, તેથી લાગે છે કે હું 'થામા', 'સિકંદર' અને 'કુબેર'ના સેટ પર પાછો આવીશ!અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું, 'મારા નિર્દેશકોને હેરાન થવું પડ્યું તે માટે હું દિલગીર છે. હું ટૂંક સમયમાં પરત આવીશ,  બસ હું ઝડપથી સાજી થઈ જાઉ. આ દરમિયાન, જો તમને મારી જરૂર હોય તો... હું ખૂબ જ અદ્યતન 'બન્ની હોપ' વર્કઆઉટ કરવા ખૂણામાં હોઈશ. હોપ હોપ હોપ.'

રશ્મિકા મંદાના ઈન્સ્ટાગ્રામ

ફેન્સે રશ્મિકા માટે પ્રાર્થના કરી

રશ્મિકાના ફેન્સ કોમેન્ટ બોક્સમાં ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. તેમના ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે તે જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય અને સેટ પર પરત ફરીને શૂટિંગ શરૂ કરે.

રશ્મિકાની આવનારી ફિલ્મો


રશ્મિકા મંદાનાની આયુષ્માન ખુરાના સાથેની 'થામા' ફિલ્મછે,  જે દિવાળી 2025 પર રિલીઝ થશે. અભિનેતા વિકી કૌશલ અને ધનુષ-નાગાર્જુન સ્ટારર 'કુબેર' સાથે 'છાવા' પણ છે. તેની પાસે રાહુલ રવીન્દ્રન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ ગર્લફ્રેન્ડ' પણ છે. તે સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર'માં પણ જોવા મળશે.

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now