Home Entertainment Bollywood News Entertainment Allu Arjun Arrest Police Case Movie Release

Allu Arjun Arrest : પોલીસના સકંજામાં પુષ્પા! હાઈકોર્ટે અલ્લુ અર્જૂનને આપી મોટી રાહત

Allu Arjun Arrest
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2024, 12:36 PM IST

Allu Arjun Arrest: સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા’ ફેમ અલ્લુ અર્જૂનની મુશ્કેલીમાં વધારો થયો છે. હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જનની ધરપકડ કરી લીધી છે. હાલમાં જ રીલીઝ થયેલી બહુચર્ચિત ફિલ્મ પુષ્પા-2ના પ્રિમીયર વખતે હૈદરાબાદના સંધ્યા થિયેટરની બહાર ભારે નાસભાગ મચી હતી.  આ નાસભાગ દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું. જેને પગલે અલ્લુ અર્જૂન પર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. કારણકે, અલ્લુ અર્જૂન ફિલ્મના પ્રમોશન માટે સંધ્યા થિયેટર પર પહોંચ્યો હતો. જેને કારણે તેને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યાં હતાં. આ દરમિયાન ભાગદોડ મચતા મહિલાના મોતની ઘટના બની હતી.

ઘટના બાદ પોલીસે અલ્લુ અર્જૂન અને થિયેટરના મેનેજમેન્ટ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ ત્રણ લોકોની ધરપકડ થઈ, જેમાં થિયેટર માલિક પણ સામેલ હતો. ધરપકડ  બાદ અલ્લુ અર્જૂનને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.  અલ્લુ અર્જુને સંધ્યા થિયેટર ઘટનામાં નોંધાયેલા કેસને રદ્દ કરવા માટે અરજી કરી છે. અલ્લુ અર્જુને ચિક્કડપલ્લી પોલીસ દ્વારા નોંધાયેલ કેસને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી છે. મહત્ત્વનું છેકે, નીચલી કોર્ટના આદેશ બાદ હાઈકોર્ટ તરફથી જામીન મળતા અલ્લુ અર્જૂનને મોટી રાહત મળી છે.

હૈદરાબાદના આરટીસી ક્રોસ રોડ પર સંધ્યા થિયેટરમાં બુધવારે (ડિસેમ્બર 04) પુષ્પા 2 ના પ્રીમિયર વખતે નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક મહિલા, રેવતીનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો. હૈદરાબાદના આરટીસી ક્રોસ રોડ પર સંધ્યા થિયેટરમાં બુધવારે (ડિસેમ્બર 04) પુષ્પા 2 ના પ્રીમિયર વખતે નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક મહિલા, રેવતીનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો. જે મામલે અલ્લુ અર્જુનની ધરપકડ થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now