Home Entertainment Bollywood Mourns Former Prime Minster Demise Bollywood Celebrities Pay Tribute Gujarati New

અલવિદા ડૉ. મનમોહન સિંહ : પૂર્વ PMના નિધન પર બોલિવૂડમાં શોકનો માહોલ, બોલિવૂડ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ

અલવિદા ડૉ. મનમોહન સિંહ
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2024, 08:15 AM IST

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે દિલ્હીની AIIMS હૉસ્પિટલમાં નિધન થયું છે. મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેમના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તેમના નિધનના સમાચાર મળતા જ બોલિવૂડ જગતના સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.

પૂર્વ વડાપ્રધાનના નિધન પર બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીએ શોક વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, 'અમારા પૂર્વ વડાપ્રધાનના નિધનથી હું દુ:ખી છું. એક એવા રાજકારણી જેમનું આપણા દેશના વિકાસના દરેક પાસામાં યોગદાન હંમેશા યાદ રહેશે. તેમના પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના.



ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે આધુનિક ભારતને આકાર આપવામાં મનમોહન સિંહની પરિવર્તનકારી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, 'ડો. મનમોહન સિંહનું નિધન એક યુગનો અંત છે. ભારતના આર્થિક સુધારાના આર્કિટેક્ટ તરીકે, જાહેર સેવા પ્રત્યેના તેમના સમર્પણએ આધુનિક ભારતને આકાર આપ્યો છે. તેમના પરિવારના સભ્યો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.


મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા ભાજપ નેતા અને અભિનેતા રવિ કિશને લખ્યું, 'પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન શ્રી રામજીને વિનંતિ છે કે સદાચારી આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે. 'ઓમ શાંતિ'  



અભિનેત્રી નિમરત કૌરે પોતાની ભાવનાત્મક પોસ્ટમાં લખ્યું છે કે, "એક વિદ્વાન-રાજકારણી, ભારતના આર્થિક સુધારાના શિલ્પકાર, તેમની અજોડ બુદ્ધિમત્તા અને વિનમ્રતાએ આપણા દેશના ફલક પર એક અજોડ છાપ છોડી છે. ડૉ. મનમોહન સિંહજીની આત્માને શાંતિ મળે. સતનામ વાહે ગુરુ"



પૂર્વ PMને શ્રદ્ધાંજલિ પાઠવતા અભિનેત્રી જેનેલિયા દેશમુખે લખ્યું, 'અમારા પૂર્વ પીએમ શ્રી મનમોહન સિંહજીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમણે દેશ માટે ઈમાનદારી, જ્ઞાન અને નિઃસ્વાર્થ સેવાનો વારસો આપ્યો છે. તેમના આત્માને શાંતિ મળે.'



તો સાથે અભિનેતા રિતેશ દેશમુખે પોતાના પિતા વિલાસરાવ દેશમુખ સાથે મનમોહન સિંહની જૂની તસવીર શેર કરતા તેણે લખ્યું કે, 'આજે આપણે ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાનમાંથી એક ગુમાવ્યા છે. ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપનાર વ્યક્તિ. તેઓ ગૌરવ અને નમ્રતાના પ્રતીક હતા. અમે તેમના વારસાના હંમેશા ઋણી રહીશું. તેમના આત્માને શાંતિ મળે.'   


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now