Bobby Deol Refused Intimate Scene Story: બોબી દેઓલે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં એક સુંદર અભિનેત્રી વિશે કંઈક એવું જણાવ્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જ્યારે તેમને ખૂબસૂરત એક્ટ્રેસ મનીષા કોઈરાલા સાથે ઇન્ટિમેટ સીન કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેમણે ના પાડી દીધી હતી. આ પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.
બોબી દેઓલની ફિલ્મો

બોબી દેઓલે માત્ર આજકાલ જ નહીં પરંતુ 90ના દાયકામાં પણ ઘણી શાનદાર ફિલ્મો કરી છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતાની એક જૂની ફિલ્મ સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
બોબી દેઓલ અને મનીષા કોઈરાલાની ફિલ્મ
તેમણે વર્ષ 1997માં મનીષા કોઈરાલા અને કાજોલ સાથે ફિલ્મ 'ગુપ્ત' (Gupt: The Hidden Truth) માં કામ કર્યું હતું. તેમણે આ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો એક મજેદાર કિસ્સો શેર કર્યો છે.
બોબી અને મનીષાનો ઇન્ટિમેટ સીન

બોબી દેઓલે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે એક ગીતના શૂટિંગ દરમિયાન ખૂબ જ ઠંડી હતી. સેટ પર કોઈ 'ચણા જોર ગરમ' વેચી રહ્યું હતું, જેને મનીષા કોઈરાલાએ ખૂબ જ હોંશથી પુષ્કળ કાચી ડુંગળી નાખીને ખાઈ લીધું. પરંતુ તેની તરત જ પછી બંનેનો એક ક્લોઝ (નજીકનો) સીન શૂટ કરવાનો હતો.
મિસ્ટર પરફેક્શનિસ્ટ ત્રીજી વખત બનશે દુલ્હો : ગૌરી સ્પ્રેટ સાથે 5 જુલાઈએ લગ્નની ચર્ચાએ મચાવી ધૂમ
ક્લોઝ સીન માટે પાડી દીધી ના
આ સીનમાં બોબીએ મનીષાની હડપચી (ચિન) પર બાઈટ કરવાનું (કરડવાનું) હતું. બોબી જણાવે છે કે જેવી મનીષા તેમની નજીક આવી, તેના મોઢામાંથી ડુંગળીની એટલી તીવ્ર વાસ આવી રહી હતી કે તેઓ કોઈ રોમેન્ટિક એક્સપ્રેશન આપી શકતા નહોતા અને આખરે તેમણે સીન કરવાની જ ના પાડી દીધી.
બોબી દેઓલનો 'મજેદાર બદલો'

બોબી આગળ જણાવે છે કે આ ઘટનાનો બદલો લેવા માટે તેમણે એક નવા એક્ટરને પકડ્યો, જેને બીજા એક સીનમાં બોબીની ધોલાઈ કરવાની હતી. તેમણે તે એક્ટરને પુષ્કળ ડુંગળી ખવડાવીને મનીષાની સામે મોકલ્યો, પરંતુ મનીષા પર તેની કોઈ અસર ન થઈ.
નાની ઉંમરની નાસમજી અને ઈમમેચ્યોર વર્તન
બોબી પોતે સ્વીકારે છે કે તે ઉંમરે માણસ નાસમજ હોય છે, એટલા માટે જ આટલી નાની વાત માટે તેમણે મનીષા પાસેથી બદલો લેવાનું વિચાર્યું હતું. જોકે, આ આખી ઘટનાએ બોબીનું ખૂબ મનોરંજન કર્યું હતું.





