logo-img
Bmw X3s New M Sport Pro Launched In India Know About Price High Tech Features And High Speed

BMW X3 ની નવી M Sport Pro ભારતમાં થઈ લોન્ચ! : 6.3 સેકન્ડમાં 100ની ઝડપ, જાણો કિંમત અને હાઇ-ટેક ફીચર્સ વિશે

BMW X3 ની નવી M Sport Pro ભારતમાં થઈ લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Feb 16, 2026, 12:54 PM IST

BMW X3 : BMW ઈન્ડિયાએ લક્ઝરી કારના શોખીનો માટે તેની લોકપ્રિય X3 સિરીઝનું નવું અને પાવરફૂલ મોડલ BMW X3 30 xDrive M Sport Pro ભારતમાં લોન્ચ કરી દીધું છે. ₹74.50 લાખ (એક્સ-શોરૂમ) ની કિંમતે આવેલી આ SUV માત્ર લક્ઝરી જ નહીં, પણ ગજબની સ્પીડ પણ આપે છે. ખાસ વાત એ છે કે, આ કારનું પ્રોડક્શન ભારતમાં જ કરવામાં આવી રહ્યું છે અને તેના બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

એન્જિન અને પાવરફુલ પરફોર્મન્સ

સ્પીડના શોખીનો માટે આ કાર કોઈ વરદાનથી ઓછી નથી. તેમાં 2.0-લિટરનું 4-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 258hp પાવર અને 400Nm ટોર્ક જનરેટ કરે છે. આ SUV એટલી ફાસ્ટ છે કે, માત્ર 6.3 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. વધુ સ્મૂધ ડ્રાઈવિંગ માટે તેમાં 48-વોલ્ટની માઇલ્ડ હાઇબ્રિડ ટેકનોલોજી અને 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ મળે છે.

આકર્ષક અને સ્પોર્ટી ડિઝાઇન

નવી BMW X3 પહેલા કરતા વધુ આધુનિક અને સ્પોર્ટી દેખાય છે. તેની સૌથી મોટી ખાસિયત તેની 'આઇકોનિક ગ્લો' કિડની ગ્રિલ છે, જે રાત્રે પ્રકાશિત થાય છે. આ સિવાય 20-ઇંચના મોટા એલોય વ્હીલ્સ, લાલ રંગના M સ્પોર્ટ બ્રેક કેલિપર્સ અને પાછળની બાજુએ નવા ડિઝાઈન કરેલા સ્પ્લિટ LED ટેલ લેમ્પ્સ તેને રોડ પર એક અલગ જ ઓળખ આપે છે.

હાઇ-ટેક અને પ્રીમિયમ કેબિન

કારની અંદર બેસતા જ તમને કોઈ ફાઈવ-સ્ટાર લાઉન્જ જેવો અનુભવ થશે. ડેશબોર્ડ પર BMW કર્વ્ડ ડિસ્પ્લે છે, જેમાં 12.3-ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 14.9-ઇંચની વિશાળ ટચસ્ક્રીન છે. સંગીતના શોખીનો માટે 15-સ્પીકરવાળી હરમન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ અને વેન્ટિલેટેડ સ્પોર્ટ્સ સીટ્સ જેવા ફીચર્સ મુસાફરીને આરામદાયક બનાવે છે. તમે તમારા સ્માર્ટફોનને ડિજિટલ કી તરીકે પણ વાપરી શકો છો.

સેફટી અને આધુનિક ટેકનોલોજી

સુરક્ષાની દ્રષ્ટિએ આ કારમાં ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં લેન-કીપિંગ સપોર્ટ અને ઓટોમેટેડ પાર્કિંગ જેવા ફીચર્સ સામેલ છે. આ ઉપરાંત, xDrive ઓલ-વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ ખરાબ રસ્તાઓ અને વરસાદમાં પણ કાર પર શાનદાર પકડ આપે છે.

કલર ઓપ્શન્સ અને કોમ્પિટિટર્સ

આ લક્ઝરી SUV Brooklyn Grey Metallic, Dune Grey Metallic, Alpine White, Individual Tanzanite Blue અને Black Sapphire Metallic જેવા શાનદાર કલર્સમાં ઉપલબ્ધ છે. ભારતીય બજારમાં તેનું કોમ્પિટિશન Mercedes-Benz GLC, Audi Q5 અને Volvo XC60 જેવી કારો સાથે થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now