logo-img
Bmw Ce 02 Electric Scooter Massive Discount India

લોન્ચિંગ સમયે કિંમત હતી 4.5 લાખ : હવે વેચાણ વધારવા માટે કંપનીએ આપી 2 લાખ રૂપિયાની મસમોટી છૂટ

લોન્ચિંગ સમયે કિંમત હતી 4.5 લાખ
Published by: Offbeat Team
| Last Updated: Feb 19, 2026, 05:30 PM IST

ભારતીય બજારમાં કાર અને બાઈક બનાવતી અનેક કંપનીઓ પ્રીમિયમ સેગમેન્ટમાં પોતાની પ્રોડક્ટ્સ ઉતારતી હોય છે. જોકે ઘણીવાર ઊંચી કિંમતના કારણે અપેક્ષા મુજબનું વેચાણ ન થતા અંતે ભારે ડિસ્કાઉન્ટ આપીને સ્ટોક ક્લિયર કરવાની નોબત આવે છે. આવું જ કંઈક BMW Indiaના મોટરસાઈકલ બ્રાન્ડ BMW Motorrad સાથે જોવા મળ્યું છે. કંપનીએ વર્ષ 2024ના અંતમાં પોતાનું પ્રીમિયમ ઈલેક્ટ્રિક સ્કૂટર BMW CE 02 અંદાજે 4.5 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમતે લોન્ચ કર્યું હતું. નવાઈની વાત એ છે કે દોઢ વર્ષમાં જ હવે આ સ્કૂટર પર ડીલરશીપ લેવલ પર 2 લાખ રૂપિયાનું તોતિંગ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

આકર્ષક લુક અને ફ્યુચરિસ્ટિક ડિઝાઈન

BMW CE 02ની વિશેષતાની વાત કરીએ તો કંપનીએ તેને સ્કૂટર અને મોટરસાઈકલના મિશ્રણ તરીકે રજૂ કર્યું છે જેમાં રાઈડરને બાઈક જેવો અનુભવ મળે છે. તેમાં LED હેડલાઈટ, ટેલ લાઈટ અને ટર્ન સિગ્નલની સુવિધા આપવામાં આવી છે. આ સ્કૂટરની સીટ હાઈટ 745 mm છે પરંતુ એક નબળી કડી એ છે કે તેની સીટ ઘણી નાની છે. પાછળ બેસનાર વ્યક્તિ માટે પૂરતી જગ્યા નથી અને સામાન રાખવા માટે પણ સ્ટોરેજ સ્પેસ ખૂબ જ ઓછી મળે છે. જોકે લુકના મામલે આ સ્કૂટર અત્યંત આકર્ષક અને આધુનિક દેખાય છે.

બેટરી પેક અને રેન્જની વિગતો

BMW CE 02ના પાવર અને પરફોર્મન્સ પર નજર કરીએ તો તેમાં 3.92 kWhની બેટરી આપવામાં આવી છે. કંપનીના દાવા મુજબ ફૂલ ચાર્જ થયા બાદ આ સ્કૂટર 108 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. તેની ટોપ સ્પીડ 95 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેનું ઈલેક્ટ્રિક મોટર 15 હોર્સપાવર અને 55 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સ્કૂટરને ઘરે સામાન્ય ચાર્જરથી ચાર્જ કરતા અંદાજે 5 કલાકનો સમય લાગે છે જ્યારે ફાસ્ટ ચાર્જરની મદદથી 3.5 કલાકમાં ચાર્જ કરી શકાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now