Home Gujarat Blo Teacher Dies Of Heart Attack In Mehsana

મહેસાણામાં હાર્ટ એટેકથી BLO શિક્ષકનું મોત : ગામમાં શોકની લાગણી, 'SIR' કામગીરી કરી રહ્યાં હતા અને...

મહેસાણામાં હાર્ટ એટેકથી BLO શિક્ષકનું મોત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 09:32 AM IST

Mehsana News : મહેસાણા જિલ્લામાં હૃદયરોગના હુમલાથી એક BLO - શિક્ષકનું મોત થયું હોવાના સમાચારથી વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સતલાસણા તાલુકાના સુદાસણા ગામે રહેતા દિનેશ રાવળ નામના શિક્ષક ઘરે SIRનું કામ કરી રહ્યા હતા, તે સમયે અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો.

હૃદયરોગના હુમલાથી BLO શિક્ષકનું મોત

દિનેશ રાવળ સુદાસણા ગામની કન્યાશાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને સાથે સાથે BLO તરીકે પણ સેવાઓ આપી રહ્યા હતા. શિક્ષક તથા BLO બંને રૂપે ગામના વિકાસ અને શૈક્ષણિક ક્ષેત્રે તેઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી હતી.

ભારે શોક ફેલાયો

અચાનક થયેલા આ નિધનથી ગામના લોકો, શાળાકર્મીઓ તેમજ વિદ્યાર્થીઓમાં ભારે શોક ફેલાયો છે. ગામમાં દિનેશ રાવળના મૃત્યુની ઘટનાએ ઊંડું દુઃખ આપી ગઈ છે. પરિવાર પર આફતના વાદળો ઘેરાયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now