Home International Blinkit Started Ambulance Service On App On Trial Basis

એમ્બ્યુલન્સ મંગાવો ઓનલાઈન : હવે એમ્બ્યુલન્સ મળશે Blinkit પર, કંપનીએ શરૂ કરી નવી સેવા

એમ્બ્યુલન્સ મંગાવો ઓનલાઈન
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2025, 04:03 PM IST

બ્લિંકઈટ નામથી કોઈ અજાણ નથી. આજકાલ દૂધ, દહીં, છાશ, શાક, કરિયાણું બધી વસ્તુઓ Blinkit પર મળી રહે છે. અને હવે તેમણે એક નવી સેવા શરૂ કરી છે. અને તે છે Blinkitની એમ્બ્યુલન્સ સેવા. હાલ ગુરુગ્રામમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. 2000 રૂપિયાના ફ્લેટ રેટ પર બુક કરવાનો વિકલ્પ છે. જો કે, આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર સપોર્ટ નહીં હોય. કંપનીએ કહ્યું છે કે આવનારા સમયમાં તે અન્ય શહેરોમાં પણ ઉપલબ્ધ થશે.

હાલ પાંચ એમ્બ્યુલન્સ ગુરુગ્રામમાં શરૂ કરવામાં આવી છે. જરૂર પડતા તમે Blinkit એપથી જ એમ્બ્યુલન્સ રિક્વેસ્ટ કરી શકશો. એપમાં બેઝિક લાઈફ સપોર્ટનો ઓપ્શન જોડવામાં આવ્યો છે. 2 હજાર રૂપિયામાં એમ્બ્યુલન્સ મળશે. જો કે, તેમાં વેન્ટિલેટર સપોર્ટ નથી.પરંતુ તમામ પ્રકારના લાઈફ સેવિંગ સાધનો હશે.આમાં ઓક્સિજન સિલિન્ડર, ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર એટલે કે AED, સ્ટ્રેચર, મોનિટર, સક્શન મશીન અને અન્ય ઈમરજન્સી દવાઓ અને ઈન્જેક્શનનો સમાવેશ થાય છે.

આ સેવાનો ધીરે ધીરે વિસ્તાર કરવામાં આવશે. કારણ કે આ નવી અને આવશ્યક સેવા છે. બે વર્ષની અંદર કંપનીનો પ્લાન છે કે, તેને દરેક મોટા શહેરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. Blinkitએ એમ્બ્યુલન્સ સર્વિસ માટે રેડ હેલ્થ સાથે પાર્ટનરશિપ કરી છે. રેડ હેલ્થ એક એવી એમ્બ્યુલન્સ સર્વિસ છે, જે 24 કલાક એમ્બ્યુલન્સ સર્વિસ પુરી પાડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ