Home Sports Blessing Muzarabani Psl Ban Ipl Kkr News

KKR ના આ ખેલાડી પર લાગ્યો 2 વર્ષનો પ્રતિબંધ! : હવે નહીં રમી શકે આ લીગ, જાણો કેમ મળી આ સજા

Blessing Muzarabani and Cameron Green
Published by: Aryan Shah
Last Updated: Apr 14, 2026, 11:59 AM IST

KKR's bowler : ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. IPL 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમી રહેલા ઝિમ્બાબ્વેના સ્ટાર ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાની પર બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ પાકિસ્તાન સુપર લીગ (PSL) દ્વારા મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે હવે બ્લેસિંગ મુઝરબાની આગામી બે વર્ષ સુધી પાકિસ્તાનની આ T20 લીગમાં રમી શકશે નહીં.

બ્લેસિંગ મુઝરબાની પરના પ્રતિબંધનું કારણ

બ્લેસિંગ મુઝરબાની પાકિસ્તાન સુપર લીગમાં ઈસ્લામાબાદ યુનાઈટેડ ટીમનો ભાગ હતો. જોકે, IPL માં તેને રમવાની તક મળતા તેને PSL છોડીને ભારત આવવાનો નિર્ણય લીધો હતો. આ વાતથી નારાજ થઈને PSL મેનેજમેન્ટે મંગળવારે મોટો નિર્ણય લેતા બ્લેસિંગ મુઝરબાની પર બે વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. નાણાકીય રીતે વધુ આકર્ષક એવી IPL માટે PSL છોડવાનું સાહસ બ્લેસિંગ મુઝરબાનીને હવે બે વર્ષના પ્રતિબંધ સુધી દોરી ગયું છે.

KKR માં એન્ટ્રી

રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે યોજાયેલી IPL મિની-ઓક્શનમાં બ્લેસિંગ મુઝરબાની અનસોલ્ડ રહ્યો હતો, એટલે કે તેને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. પરંતુ નસીબ જોગે KKR ટીમના એક ખેલાડીને ઈજા થતાં, રિપ્લેસમેન્ટ તરીકે બ્લેસિંગ મુઝરબાનીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. પોતાની ડેબ્યૂ સિઝનમાં જ તેને શાનદાર પરફોર્મન્સ કરતાં 4 વિકેટો પણ ઝડપી છે.

ખેલાડીઓનો IPL તરફ ઝુકાવ

માત્ર મુઝરબાની જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દિગ્ગજ ખેલાડીઓ PSL કરતાં IPL ને વધુ મહત્વ આપે છે. આ વર્ષે ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓ પણ PSL માં રમી છે, પરંતુ જ્યારે IPL નો કોન્ટ્રાક્ટ મળે છે ત્યારે ખેલાડીઓ PSL છોડતા અચકાતા નથી. અગાઉ સ્પેન્સર જોહ્ન્સન અને દાસુન શનાકાએ પણ IPL માટે આ જ રસ્તો અપનાવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now