Home Gujarat Bjp National President Nitin Nabin Will Visit Gujarat

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આવશે ગુજરાત પ્રવાસે : ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમ, જાણો વિગતે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આવશે ગુજરાત પ્રવાસે
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 06:52 AM IST

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 20 ફેબ્રુઆરીથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ભાજપના સૌથી નાની વયના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઓળખાય છે. બિહાર પ્રદેશ યુવા અધ્યક્ષથી લઈને બિહારમાં મંત્રી તરીકેની તેમની સફર બાદ આજે તેઓ રાષ્ટ્રીય સ્તરે પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. ભાજપને 'પાર્ટી વિથ ડિફરન્ટ' તરીકે ઓળખવામાં આવે છે

20 ફેબ્રુઆરીના કાર્યક્રમ

20 ફેબ્રુઆરીના રોજ બપોરે 12.30 વાગ્યે તેઓ એરપોર્ટ પર પહોંચશે, જ્યાં તેમનું સ્વાગત કાર્યક્રમ યોજાશે. બપોરે 3.30 વાગ્યે જીએસસી બેક ખાતે ધારાસભ્યો (MLA) અને સાંસદો (MP) સાથે બેઠક કરીને ચર્ચા કરશે. સાંજે 5.30 વાગ્યે ગાંધીનગર ખાતે બજેટ મીટમાં સંવાદ કાર્યક્રમ યોજાશે.

21 ફેબ્રુઆરીના રોજ દાધિકારીઓ અને હોદેદારો સાથે બેઠક યોજાશે

21 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યે અટલ બ્રિજ પર મોર્નિંગ વોક કરશે. સવારે 8.45 વાગ્યે ભદ્રકાળી માતાનું મંદિર ખાતે દર્શન કરશે. સવારે 11 વાગ્યે ભાજપ કમલમ ખાતે પદાધિકારીઓ અને હોદેદારો સાથે બેઠક યોજાશે. બપોરે 2.00 વાગ્યે સોશિયલ મીડિયા ટીમ સાથે સંવાદ કરશે. સાંજે 4.00 વાગ્યે ગિફ્ટ સિટી ખાતે યોજાનાર યંગ વોઇસ સમિટમાં યુવાઓને સંબોધન કરશે. ત્યારબાદ 5.30 વાગ્યે જીએમડીસી ખાતે બૂથના કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ રહેશે.

ખાડિયામાં 'મન કી બાત' સાંભળશે

22 ફેબ્રુઆરીએ હેરિટેજ ખાડિયામાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની 'મન કી બાત' કાર્યક્રમ સાંભળશે. બપોરે 12.30 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે. તેમના આ પ્રવાસને ભાજપ સંગઠન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now