Home Gujarat Bjp National President Nitin Nabin To Visit Gujarat From Today

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજથી ગુજરાત પ્રવાસે : જાણો 3 દિવસના કાર્યક્રમો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજથી ગુજરાત પ્રવાસે
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2026, 04:33 AM IST

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજે 20 ફેબ્રુઆરીથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ભાજપના સૌથી નાની વયના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઓળખાય છે. બિહાર પ્રદેશ યુવા અધ્યક્ષથી લઈને બિહારમાં મંત્રી તરીકેની તેમની સફર બાદ આજે તેઓ રાષ્ટ્રીય સ્તરે પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. ભાજપને 'પાર્ટી વિથ ડિફરન્ટ' તરીકે ઓળખવામાં આવે છે

  • નીતિન નબીનના 3 દિવસના કાર્યક્રમો

20 ફેબ્રુઆરી - સ્વાગતથી બજેટ મીટ સુધી

બપોરે 12:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ સ્વાગત કાર્યક્રમ યોજાશે

બપોરે 3:30 વાગ્યે જીએસસી બેંક ખાતે ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજાશે

સાંજે 5:30 વાગ્યે ગાંધીનગર ખાતે બજેટ મીટમાં સંવાદ કરશે

21 ફેબ્રુઆરી: ધાર્મિક દર્શનથી યુવા સંવાદ

21મી ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે અટલબ્રિજ પર મોર્નિંગ વોક કરશે

8:45 વાગ્યે ભદ્રકાળી માતાના મંદિર ખાતે દર્શન કરશે

સવારે 11 વાગ્યે કમલમ ખાતે પદાધિકારીઓ અને હોદેદારો સાથે બેઠક યોજાશે

બપોરે 2 વાગ્યે સોશિયલ મીડિયા ટીમ સાથે સંવાદ કરશે

સાંજે 4 વાગ્યે ગિફ્ટ સિટીમાં યોજાનાર 'યંગ વોઈસ સમિટ'માં યુવાઓને સંબોધિત કરશે

5:30 વાગ્યે જીએમડીસી ખાતે બૂથ સ્તરના કાર્યકરો સાથે બેઠક કરશે

22 ફેબ્રુઆરી: મન કી બાત અને દિલ્હી પ્રસ્થાન

હેરિટેજ ખાડિયા ખાતે પ્રધાનમંત્રીના 'મન કી બાત' કાર્યક્રમનું શ્રવણ કરશે

બપોરે 12:30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now