Home Gujarat Bjp In Active Mode At The District Level Ahead Of Local Body Elections

સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે ભાજપ એક્ટિવ મોડમાં! : ફરી ત્રણ જિલ્લાઓમાં નવા સંગઠનની યાદી બહાર પાડી, જુઓ લિસ્ટ

સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે ભાજપ એક્ટિવ મોડમાં!
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 02:04 PM IST

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત બાદ રાજ્યભરમાં જિલ્લા અને મહાનગર સ્તરે સંગઠન મજબૂત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જિલ્લા અને તાલુકા તેમજ મહાનગરોમાં ભાજપને મજબૂત કરવા માટે નવી નિમણૂકનો સિલસિલો શરૂ થયો છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તેમજ વિવિધ મોરચાના પ્રમુખ અને સભ્યોની પણ સંગઠાત્મક રચના કરવામાં આવી રહી છે. નવી ટીમને સંગઠનનું કાર્ય વધુ સક્રિય અને અસરકારક બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

વિવિધ હોદ્દેદારોની સંગઠાત્મક નિમણૂક કરાઈ

આ ઉપરાંત વલસાડ જિલ્લા અને વલસાડ મહાનગર ભાજપ સંગઠનમાં પણ વિવિધ હોદ્દેદારોની સંગઠાત્મક નિમણૂક કરવામાં આવી છે. પાર્ટીના કાર્યને જમીન સ્તરે મજબૂત બનાવવા અને કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે નવા હોદ્દેદારોને જવાબદારીઓ સોંપવામાં આવી છે.

જિલ્લા સ્તરે પાર્ટીની કામગીરી મજબૂત કરવા નિમણૂકનો સિલસિલો

તે જ રીતે સુરત જિલ્લા ભાજપ સંગઠનમાં પણ સંગઠાત્મક નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા સ્તરે પાર્ટીની કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે આગળ વધે તે હેતુથી વિવિધ હોદ્દાઓ પર કાર્યકરોની નિમણૂક કરવામાં આવી છે.

કાર્યકરો સાથે જનસંપર્ક વધારશે તેવી અપેક્ષા

ડાંગ, વલસાડ અને સુરત જિલ્લામાં થયેલી આ સંગઠાત્મક નિમણૂકોથી ભાજપ સંગઠનમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવી ટીમ સાથે ભાજપ આગામી સમયમાં સંગઠનાત્મક રીતે વધુ મજબૂત બની કાર્યકરો સાથે જનસંપર્ક વધારશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સહિતની નિમણૂક, જુઓ લિસ્ટ

વલસાડ જિલ્લા/ મહાનગરના ભાજપ સંગઠનની જાહેરાત, જુઓ લિસ્ટ

ડાંગ જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત, જુઓ લિસ્ટ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now