logo-img
Bill Gates Luxury Car Collection Porsche Tesla Bmw Specs Lifestyle

બિલ ગેટ્સ કાર કલેક્શન : Porscheથી લઈને Tesla અને BMW સુધી, માઈક્રોસોફ્ટના સ્થાપક પાસે છે લક્ઝરી ગાડીઓનો કાફલો

બિલ ગેટ્સ કાર કલેક્શન
Published by: Offbeat Team
| Last Updated: Feb 26, 2026, 05:45 PM IST

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં સ્થાન ધરાવતા અને Microsoft ના સ્થાપક બિલ ગેટ્સ પોતાની શાનદાર જીવનશૈલી માટે જાણીતા છે. ટેકનોલોજી સિવાય તેમને લક્ઝરી વાહનો રાખવાનો પણ ભારે શોખ છે અને તેમના ગેરેજમાં એકથી ચઢિયાતી મોંઘી ગાડીઓ જોવા મળે છે. વોશિંગ્ટન સ્થિત તેમના નિવાસસ્થાન Xanadu 2.0 માં અંદાજે 23 જેટલી કાર હોવાનું મનાય છે. બિલ ગેટ્સના કાર કલેક્શનની કેટલીક સૌથી પ્રખ્યાત ગાડીઓ વિશે વિગતે માહિતી મેળવીએ.

1. Porsche 959

આ બિલ ગેટ્સના કાફલાની સૌથી ચર્ચિત કાર ગણાય છે. સમગ્ર વિશ્વમાં આવી માત્ર 337 કાર જ બનાવવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, શરૂઆતમાં અમેરિકાના કાયદા મુજબ આ કારને રસ્તા પર ચલાવવાની મંજૂરી નહોતી. બિલ ગેટ્સે આ માટે લાંબી કાનૂની લડત લડી હતી અને નિયમોમાં ફેરફાર કરાવ્યા હતા જેથી આવી સ્પોર્ટ્સ કારને અમેરિકામાં લાવી શકાય.

2. Tesla Model X

પોર્શ સિવાય ગેટ્સને Tesla ની આ ઈલેક્ટ્રિક SUV માં પણ અનેકવાર જોવામાં આવ્યા છે. આ ગાડીના ફાલ્કન વિંગ ડોર એટલે કે ઉપરની તરફ ખુલતા દરવાજા અને તેની લોન્ગ રેન્જ તેને અન્ય ઈલેક્ટ્રિક વાહનોથી અલગ પાડે છે.

3. Porsche 911 Turbo 930 (1979)

માઈક્રોસોફ્ટની શરૂઆતની સફળતા બાદ ગેટ્સે ખરીદેલી આ પહેલી સ્પોર્ટ્સ કાર હતી. પોતાની તેજ રફ્તાર માટે જાણીતી આ ગાડી ચલાવતી વખતે ગેટ્સના અનેકવાર ચલાણ પણ કપાયા છે. માનવામાં આવે છે કે અહીંથી જ તેમનો Porsche બ્રાન્ડ પ્રત્યેનો લગાવ વધ્યો હતો.

4. BMW 760Li (2009)

સુરક્ષા અને લક્ઝરીના મામલે આ કાર બેજોડ છે. એવું કહેવાય છે કે ગેટ્સની આ કાર સંપૂર્ણપણે આર્મર્ડ એટલે કે બુલેટપ્રૂફ છે. મુસાફરી દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમાં મજબૂત પેનલ્સ અને સ્પેશિયલ ટાયર લગાવવામાં આવ્યા છે.

5. Porsche Taycan

આ બિલ ગેટ્સની પ્રથમ સંપૂર્ણ ઈલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર છે. તેમણે જાહેરમાં આ કારના એન્જિનિયરિંગ અને ડિઝાઈનના વખાણ કર્યા છે. આ કાર માત્ર 3 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં 60 માઈલ પ્રતિ કલાકની ઝડપ પકડવાની ક્ષમતા ધરાવે છે.

6. Mercedes-Benz SLR McLaren

બિલ ગેટ્સના ગેરેજમાં રહેલી આ સૌથી ઝડપી કારોમાંની એક છે. Mercedes અને McLaren દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલી આ સુપરકારની ટોપ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ છે.

7. અન્ય ક્લાસિક મોડલ્સ

ગેટ્સ પાસે Mercedes-Benz S-Class પણ છે જે તેના આરામદાયક સફર માટે લોકપ્રિય છે. આ ઉપરાંત તેમની પાસે 90 ના દાયકાની ક્લાસિક કન્વર્ટિબલ Mercedes-Benz 500SL પણ છે. શરૂઆતના દિવસોમાં તેઓ રોજિંદા ઓફિસના કામકાજ માટે Ford Focus Coupe નો ઉપયોગ કરતા હતા જે તેમના કલેક્શનની સૌથી સાધારણ ગાડી મનાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now