Home Sports Big Setback For South Africa Before Wtc Final 2025 Star Player Gets Injured

આફ્રિકાનું વધી ગયું ટેન્શન! : WTC Final 2025 પહેલા દક્ષિણ આફ્રિકાને મોટો આંચકો, આ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત

આફ્રિકાનું વધી ગયું ટેન્શન!
Published by: OBS Bureau
Last Updated: Apr 10, 2025, 02:03 PM IST

South Africa vs Australia: દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બંને ટીમો વચ્ચે જૂનમાં ટાઈટલનો જંગ ખેલાશે. દક્ષિણ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી હતી. જોકે, ફાઈનલના 2 મહિના પહેલા સાઉથ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ઈજાગ્રસ્ત છે.

દક્ષિણ આફ્રિકાને લાગ્યો મોટો આંચકો

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025 પહેલા ઈજાગ્રસ્ત થયા છે. ESPN ક્રિકઈન્ફો અનુસાર, તેમ્બા બાવુમા ક્રિકેટ સાઉથ આફ્રિકા ડે સિરીઝ ડિવિઝન-1ની ફાઈનલમાં ભાગ લેવાનો હતો, પરંતુ હવે ઈજાના કારણે તે આ મેચમાં ભાગ લઈ શકશે નહીં. તે ફાઈનલ મેચ માટે કેપટાઉન લાયન્સ ટીમમાં સામેલ થવાનો હતો. પરંતુ કોણીની ઈજાને કારણે તે આ મેચમાં ભાગ લઈ શકશે નહીં. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે બાવુમાની ઈજા કેટલી ગંભીર છે? પરંતુ સ્ટાર ખેલાડીની ઈજાને કારણે ટીમનું ટેન્શન વધી ગયું છે.

આફ્રિકા માટે મહત્વપૂર્ણ બાવુમા
બાવુમાએ અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી 63 ટેસ્ટ મેચોમાં 37.95ની એવરેજથી 3606 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે 4 સદી અને 24 અડધી સદી પણ છે.

આ સિવાય તેણે 48 ODI મેચોમાં 43.97ની એવરેજથી 1847 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 7 અડધી સદી સામેલ છે. 36 T20 મેચોમાં તેણે 21.61ની એવરેજથી 670 રન બનાવ્યા છે. તેના તાજેતરના પ્રદર્શનની વાત કરીએ તો તેણે રમાયેલી 2 ટેસ્ટ મેચની 3 ઇનિંગ્સમાં 31, 40 અને 106 રન બનાવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now