Home Entertainment Bhumi Pednekar Akshay Kumar Dance Accident Stage Fall Viral Video

ડાન્સ સ્ટેપ કરતા સમયે ભૂમિ નીચે પડી : અક્ષય કુમારનો વીડિયો વાયરલ

Bhumi Collapses Suddenly During Dance: Akshay Kumar Left Panicked
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 29, 2026, 05:23 AM IST

‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’ના સેટ પર ભૂમિએ અક્ષય સાથે કર્યો ખતરનાક પ્રૅન્ક

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારના લોકપ્રિય રિયાલિટી શો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’ (Wheel of Fortune) ના ફિનાલે એપિસોડમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ગ્રાન્ડ ફિનાલેમાં મહેમાન તરીકે આવેલી ભૂમિ પેડણેકરે અક્ષય કુમાર સાથે એવી મજાક કરી કે થોડી સેકન્ડો માટે સેટ પર હાજર દરેક વ્યક્તિના જીવ તાળવે ચોંટી ગયા હતા.

રોમેન્ટિક ડાન્સ દરમિયાન અચાનક પડી ગઈ ભૂમિ

શો દરમિયાન અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકરે એક રોમેન્ટિક ગીત પર કપલ ડાન્સ કર્યો હતો. બંનેની કેમિસ્ટ્રીથી સેટ ગુંજી રહ્યો હતો, પરંતુ ડાન્સના અંતિમ સ્ટેપ વખતે ભૂમિ અચાનક ચક્કર ખાઈને જમીન પર પડી ગઈ હતી. ભૂમિને બેભાન અવસ્થામાં નીચે પડતી જોઈને અક્ષય કુમાર ખરેખર ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક પાણી મંગાવવા માટે ક્રૂ પર બૂમો પાડવા લાગ્યો હતો. જજની ખુરશી પર બેઠેલી ફરાહ ખાન પણ આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: અક્ષય કુમારે માગી માફી | 'સમ્રાટ પૃથ્વીરાજ'ના લુક પર થયેલી ટીકાઓ બાદ ખિલાડી કુમારે તોડ્યું મૌન | Offbeat Stories

બેભાન થયાની એક્ટિંગ કરી રહી હતી ભૂમિ

જ્યારે આખો સેટ ચિંતામાં ડૂબેલો હતો, ત્યારે જ ભૂમિ પેડણેકર હસતી-હસતી ઊભી થઈ ગઈ. ખરેખર ભૂમિને કોઈ તબિયતની સમસ્યા નહોતી, પણ તે અક્ષય સાથે પ્રૅન્ક (Prank) કરી રહી હતી. ભૂમિએ હસતા-હસતા કહ્યું, "ભલે હું બહુ સારી ડાન્સર નથી, પણ એક્ટિંગ તો મને આવડે જ છે!" આ સાંભળીને અક્ષયે રાહતનો શ્વાસ લીધો અને સેટ પર ફરી હાસ્યનું મોજું ફરી વળ્યું.

શોમાં જોવા મળ્યો બોલિવૂડનો તડકો

ફિનાલે એપિસોડમાં માત્ર ભૂમિ જ નહીં, પણ ફરાહ ખાન અને જેકલીન ફર્નાન્ડીઝે પણ હાજરી આપી હતી. આ રમુજી કિસ્સાએ શોમાં વધુ રોમાંચ ઉમેરી દીધો હતો. ભૂમિના આ જોરદાર પ્રૅન્કનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now