Home Entertainment Bhram Gujarati Movie Review

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સસ્પેન્સ જોનરની સૌથી મજબુત ફિલ્મ : 'દ્રીશ્યમ'ના ચાહકોએ આ ફિલ્મ ના જોઈ તો ઉનાળામાં કેરીનો આસ્વાદ ન લીધાંનો રેહશે વસવસો

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સસ્પેન્સ જોનરની સૌથી મજબુત ફિલ્મ
Published by: OBS Bureau
Last Updated: May 28, 2025, 06:28 AM IST

ગુજરાતી સિનેમાને લાંબા સમયથી ઓરિજિનલ અને ધમાકેદાર કન્ટેન્ટની તરસ હતી. રોમેન્ટિક કોમેડી અને પરિવાર પર આધારિત ફિલ્મો વચ્ચે લોકો હવે કંઈક નવું જોવા ઇચ્છતા હતા અને એવી જ ક્ષણે આવે છે ‘Bhram’, એક એવું સાઇકોલોજિકલ થ્રિલર જે ગુજરાતી ફિલ્મોના માપદંડ બદલી નાખે એવું છે. પલ્લવ પારેખ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ શરૂઆતથી અંત સુધી તમને સ્ક્રીનથી ચીંપી રાખે છે.

ફિલ્મની મુખ્ય પાત્ર છે માયાબેન, એક ડિમેન્શિયા પીડિત વૃદ્ધા જે પોતાની પુત્રી શ્રદ્ધા અને કેરટેકર મેહુલ સાથે રહે છે. માયા પોતાના રોજબરોજના કામને યાદ રાખવા માટે રોજ વોઈસ નોટ્સ રેકોર્ડ કરે છે. એક દિવસ ઘરમાં એક હત્યા થાય છે, ત્યારે બધાજ સંકેત એમ દર્શાવે છે કે હત્યા માયાએ જ કરી છે. પણ વાર્તા આટલેથી અટકતી નથી. માયાની કમજોર યાદદાસ્ત અને ભૂલાયેલી ઘટનાઓ વચ્ચે છુપાયેલું છે એક ભયાનક સત્ય.



સોનાલી લેલે દેસાઈ 
એ માયાના પાત્રને એમના અદ્વિત્ય અભિનય દ્વારા ન્યાય આપી ફેંસનું દિલ જીત્યું છે. તમને ખરેખર એમ થશે કે તમે કોઈ ડિમેન્શિયા પીડિત મહિલાને જોઈ રહ્યા છો. મીત્ર ગઢવી, જે પોતાની કોમેડી માટે ઓળખાય છે, અહીં એમના કેરેક્ટરના રોલમાં એવા લાગે છે કે તમે દરેક સીનમાં એમના પર ડાઉટ કરવા લાગશો. અભિનય બેંકર ઈન્સ્પેક્ટર તરીકે અને નિષ્મા સોની શ્રદ્ધાના પાત્રમાં જોવા મળે છે. દરેક પાત્ર કંઈક એવું લઈને આવે છે જે વાર્તાને વધુ રોચક બનાવે છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક સમયથી માત્ર પરિવાર અને હળવાશ ભરેલી વાર્તાઓમાં જ ફસાયેલી હતી. તાજેતરના વર્ષોમાં બહુ ઓછી ફિલ્મો આવી છે કે જે દર્શકોને “વાહ!” કહેવા મજબૂર કરે. પણ ‘Bhram’ એ ભૂમિકા બદલી નાખે તેવી ફિલ્મ છે. જેના બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી લઈને એડિટિંગ અને કેમેરાવર્ક સુધી ફિલ્મનું દરેક પાસું ઈન્ટરનેશનલ લેવલનું લાગે છે. ડિરેક્ટર પલ્લવ પારેખ અને ટીમે સાબિત કરી દીધું કે ગુજરાતી ફિલ્મો પણ મનોવિજ્ઞાનિક થ્રિલરમાં એક જોરદાર માસ્ટરપીસ બનાવી શકે છે.



વાર્તામાં એટલા 'twists' છે કે તમે જે વિચારો છો તે ક્યારેય સાચું પડતું નથી. દરેક સીનમાં નવા ખુલાસા થાય છે અને દરેક પાત્ર કંઈક છુપાવે છે. એવી સ્થિતિમાં દર્શક પણ ફિલ્મની વાર્તા સાથે ખોવાઈ જાય છે.

અંતે કહીએ તો, Bhram એ ફક્ત એક ફિલ્મ નથી, એ એક અનુભવ છે અને એ પણ એવો કે જેમાં એક ક્ષણ માટે પણ તમારું ધ્યાન નહીં ભટકે એવો ચાન્સઅજ નથી. થ્રિલર પ્રેમીઓ માટે તો આ ફિલ્મ ‘પૈસા વસૂલ’ છે. સાથે જ જો તમે હજુ પણ ગુજરાતી ફિલ્મો વિશે જૂની માન્યતાઓ રાખો છો કે ફક્ત હાસ્ય કે ફેમીલી ડ્રામા જ હોય તો આ ફિલ્મ તમારું દૃષ્ટિકોણ બદલી દેશે.



એક લાઇનમાં કહીએ તો 'Bhram' એ એવી ફિલ્મ છે જે ગુજરાતી સિનેમાને એક નવી ઊંચાઈ આપે છે અને દરેક મોવી-લવરએ એક વખત આ ફિલ્મ જરૂર જોવી જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now