Home Gujarat Bhavnagar Ed Raids In In Pump And Dump Scam Case

ભાવનગરમાં 'પમ્પ એન્ડ ડમ્પ' કૌભાંડ મામલે EDનો દરોડો : હનીફ શેખ ઉર્ફે ખાટકીના નિવાસસ્થાને સતત બે દિવસ તપાસ, 1500 કરોડનો મામલો!

ભાવનગરમાં 'પમ્પ એન્ડ ડમ્પ' કૌભાંડ મામલે EDનો દરોડો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 11:53 AM IST

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા શોધી કાઢવામાં આવેલા 'પમ્પ એન્ડ ડમ્પ' કૌભાંડ મામલે ભાવનગરના હનીફ શેખ ઉર્ફે ખાટકીના ઘર પર EDએ દરોડા પાડ્યા છે, ગઈકાલે સવારથી તપાસ હાથ ધરવામાં આવી છે અને આજે પણ તપાસ હાથ ધરી હતી. જ્યારે સવારે ભાવનગરના અજય ટોકિઝ વિસ્તારમાં આવેલા હનીફના ઘર પરથી તપાસ પૂર્ણ કરી ED રવાના થઈ હતી. પાપ્ત વિગતો મુજબ 1500 કરોડની નાણાકીય હેરફેર મામલે કાર્યવાહી કરવામાં આવી છે.


શેરોની હેરાફેરી અને કરોડોનો ગેરકાયદે લાભ

SEBIની તપાસમાં સામે આવ્યુ હતું કે, હનીફે 5 શેરોની હેરાફેરી કરી અને રૂપિયા 144 કરોડનો ગેરકાયદે લાભ મેળવ્યો હતો. શેખે મોરિયા ઉદ્યોગ, 7એનઆર રિટેલ, જીબીએલ ઇન્ડસ્ટ્રીઝ અને દાર્જીલિંગ રોપ-વે કું. સહિતની ઘણી કંપનીઓના શેરમાં પણ ગોટાળા કર્યા હોવાની તપાસ સેબી કરી રહ્યું છે.


હનીફ દુબઇ ભાગી ગયો હતો

આપને જણાવી દઈએ કે, રેગ્યુલેટરે અગાઉ કરેલી તપાસમાં બલ્ક એસ.એમ.એસ. દ્વારા હનીફ શેખ સ્ટોક ટિપ્સ આપતો હતો, જેના કારણે સેબીની તપાસ 226 એકમો અને હનીફ સાથે સાંકળવામાં આવી હતી. સેબી દ્વારા બે વર્ષ અગાઉ તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે હનીફ દુબઇ ભાગી ગયો હતો.


નાણા વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોવાની શંકા!

અગાઉ સેબીની તપાસ કરવામાં આવી હતી હનીફ શેખની તપાસમાં કરોડો રૂપિયાના કૌભાંડની વિગત ખુલતા અને નાણા વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોવાની શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા છે. અગાઉ હનીફ શેખે અનેક કંપનિઓના શેરમાં કરેલ ગોટલા બદલ 2022માં સેબી દ્વારા 7 લાખ નો દંડ ફટકાર્યો હતો. હનીફ શેખએ ભાવનગર અલંગ રીસાયલિંગ યાર્ડ, અમદાવાદ, મુંબઈ રિયાલેસ્ટ્રેટ ક્ષેત્રે પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાના પગલે ED તપાસ કરી રહી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now