Home Gujarat Bharuch Police Changed Their Disguise To Catch Gamblers

Bharuch: જુગારીઓને પકડવા પોલીસે બદલ્યો વેશ!! : 1 ડઝન જુગારીઓને,પોલીસે દબોચ્યા

Bharuch: જુગારીઓને પકડવા પોલીસે બદલ્યો વેશ!!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 06:55 AM IST

શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ શ્રાવણીયા જુગાર રમવાની ટેવ ધરાવતા જુગારીયાઓ ભેગા મળીને જુગાર રમતા થઈ ગયા છે. એવામાં આમોદના આછોદ ગામની સીમમાં ચાલતા જુગારધામમાં પોલીસે ખેડૂત વેશમાં દરોડો પાડીને 12 જેટલાને ઝડપી પાડ્યા છે.

1 ડઝન જુગારીઓને,પોલીસે દબોચ્યા

પોલીસને બાતમી મળી હતી કે, આછોદ ગામની સીમમાં આવેલા ઈબ્રાહીમ શબ્બીરના આંબાવાળા ખેતરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે PI રાજુ કરમટીયાની આગેવાનીમાં પોલીસની ટીમે ખેડૂતનો વેશ ધારણ કરીને ટ્રેક્ટર લઈને ખેતરમાં પહોંચી હતી. જ્યા દરોડા પાડતા 12 જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાય ગયા હતા. પોલીસે જીગારીઓ પાસેથી રોકડા 40,800 અને દાવ ઉપરના રોકડા 17,240, મોબાઇલ નંગ 11 જેની કિંમત રૂપિયા 91,000, બાઇક નંગ 2 કિંમત રૂ.1,00,000 મળી કુલ રૂ.2,49,040નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસ આરોપીઓને ટ્રેક્ટરમાં બેસાડી પોલીસ મથક સુધી લઈ આવી હતી.

2.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જો કે પોલીસે કાદવ-કીચડમાં પીછો કરીને પત્તા-પાનાથી હારજીતનો જુગાર રમતા 12 જેટલા ઈસમોને પકડી પાડીને તેમની પાસેથી 2.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ તો તમામ જુગારીઓની અટકાયત કરીને તમામને ટ્રેક્ટરમાં બેસાડીને પોલીસ મથકે લવાયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now