Bigg Boss 19 ના તાજેતરના Weekend Ka Vaar એપિસોડમાં હોસ્ટ Salman Khan એ કન્ટેસ્ટન્ટ Gaurav Khanna ને ખૂબ વખાણ્યા અને કહ્યું કે, “મારે Gaurav સાથે ખૂબ જલ્દી કામ કરવાનું છે.”
આ જ એપિસોડમાં Gaurav Khanna પહેલા કન્ટેસ્ટન્ટ બન્યા જેમને Ticket To Finale ટાસ્ક જીતીને સીધા ફિનાલેમાં જવાની ટિકિટ મળી. તેઓ હવે Bigg Boss 19 ના પ્રથમ ફાઇનલિસ્ટ છે.
એપિસોડ દરમિયાન Salman Khan એ બધા કન્ટેસ્ટન્ટ્સને પૂછ્યું કે, “14 અઠવાડિયા પછી પણ શું Gaurav Khanna હજુ સુધી પૂરેપૂરા ખુલ્યા નથી?” આના જવાબમાં Tanya Mittal, Farhana Bhatt, Pranit More અને કેટલાક બીજા કન્ટેસ્ટન્ટ્સે કહ્યું કે Gaurav ખૂબ સેફ ગેમ રમે છે, કોઈ દુશ્મની નથી રાખતા અને ઘરમાં બે અલગ-અલગ વ્યક્તિત્વ દેખાડે છે.
પરંતુ Salman Khan એ આ બધી વાતોને નકારી કાઢી અને Gaurav Khanna નો જોરદાર બચાવ કર્યો. તેમણે કહ્યું,“Gaurav એ પહેલા દિવસથી આ જ રીતે રમ્યા છે. ક્યારેય ગુસ્સો નથી કર્યો, કોઈ સાથે મોટો ઝઘડો નથી કર્યો. પહેલા બધું જુએ છે, સમજે છે અને પછી પોતાનો મત આપે છે. આ સ્ટ્રેટેજી ખૂબ જોખમી છે, પણ તેણે ક્યારેય ખોટું નથી બોલ્યો. જો આ તેની રિયલ પર્સનાલિટી છે તો હું તેની તારીફ કરું છું, અને જો આ ગેમ છે તો પણ હેટ્સ ઓફ!”
આટલું કહીને Salman Khan એ Gaurav Khanna તરફ જોઈને સીધું જ કહ્યું, “Gaurav, તું બહાર આવ, ખૂબ જલ્દી આપણે સાથે કામ કરવાનું છે.”
આ વાત સાંભળીને ઘરના બધા કન્ટેસ્ટન્ટ્સ અને દર્શકો પણ ચોંકી ગયા. Gaurav Khanna એ પણ ખુશીથી હસીને Salman Khan નો આભાર માન્યો.
હવે દર્શકોમાં ચર્ચા ચાલી રહી છે કે Salman Khan ગંભીરતાથી Gaurav Khanna સાથે ફિલ્મ કે વેબ સિરીઝમાં કામ કરવા માંગે છે. Bigg Boss 19 માં Gaurav Khanna ની શાંત અને સ્માર્ટ ગેમને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે અને હવે Salman Khan ની આ પ્રશંસા પછી તેમની ફેન ફોલોઇંગ વધુ વધવાની છે.




















