Home Tech/Gadgets Best Smartphones With Silicon Carbon Batteries Here Is List Check Details

સ્માર્ટ ફોનની બેટરીમાં ક્રાંતિ : હવે સિલિકોન કાર્બન બેટરી કરી રહી છે કમાલ

સ્માર્ટ ફોનની બેટરીમાં ક્રાંતિ
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2025, 06:12 AM IST

સ્માર્ટફોન ઉદ્યોગમાં રોજે રોજ નવી અપડેટ્સ આવી રહી છે. જૂની ટેકનોલોજીમાં અપડેટ્સની સાથે સાથે નવી ટેકનોલોજી પણ જોવા મળે છે. તાજેતરમાં, ઘણી કંપનીઓએ તેમના ફોનમાં સિલિકોન-કાર્બન બેટરી આપવાનું શરૂ કર્યું છે. તેઓ વધુ ચાલે છે અને ફાસ્ટ ચાર્જિંગ પણ થાય છે. આ બેટરી સાઈઝમાં નાની હોય છે પણ કેપેસિટી વધુ હોય છે.

OnePlus 13
ફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે. તે 100W SuperVOOC વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જેની મદદથી ફોનને થોડી જ મિનિટોમાં ફુલ ચાર્જ કરી શકાય છે. તે 50W વાયરલેસ ફ્લેશ ચાર્જિંગ અને મેગ્નેટિક ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

iQOO 13
ફોનમાં 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6150 mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ફોન 30 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જાય છે. આ ફોનમાં 6.8 ઇંચની ડિસ્પ્લે અને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે.

Vivo X200 અને X200 પ્રો
બંને સ્માર્ટફોનમાં સિલિકોન-કાર્બન બેટરી છે. Vivo X200માં 5800mAhની બેટરી આપવામાં આવી છે, જ્યારે Pro મોડલ 6000mAhની બેટરી ક્ષમતા સાથે આવે છે જે 90W વાયર્ડ અને 30W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આનો અર્થ એ છે કે ફોન ચાર્જ થવામાં વધારે સમય લેતો નથી.

Xiaomi 15 અને Xiaomi 15 પ્રો
Xiaomiએ સિલિકોન-કાર્બન બેટરી આપી છે. ફોનમાં 15.5400mAhની બેટરી આપી છે, જે 90 વૉટ વાયર અને 50 વૉટ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બેટરી ક્ષમતા 6100 mAh છે. આ શ્રેણી આગામી મહિનાઓમાં ભારતમાં શરૂ થવાની ધારણા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now