Home Health-lifestyle Best Places To Visit In June July India

જૂન અને જુલાઈ મહિનામાં ફરવા લાયક 9 ઓફબીટ સ્થળો : વરસાદી વાતાવરણમાં માનસિક શાંતિ આપશે આ ડેસ્ટિનેશન્સ

9 offbeat places to visit in June and July
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 04, 2026, 05:42 AM IST

ગોવા-મનાલી છોડો: જૂન-જુલાઈના વરસાદી વાતાવરણમાં માનસિક શાંતિ આપશે આ 9 ઓફબીટ ડેસ્ટિનેશન્સ

જૂન અને જુલાઈ મહિનો એટલે દેશમાં ચોમાસાનું આગમન. આ મહિનાઓમાં ભલે ગરમીથી રાહત મળતી હોય, પણ વેકેશન માણવા માટે ગોવા, મનાલી કે શિમલા જેવા લોકપ્રિય સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ અને ટ્રાફિક જામ જોવા મળે છે. જેના કારણે પ્રવાસનો અસલી આનંદ મરી જાય છે.

આજના સમયમાં લોકો માત્ર ફરવા ખાતર ફરવાને બદલે માનસિક સુકૂન, શાંતિ અને 'હીલિંગ એક્સપિરિયન્સ' (Healing Experiences) આપતી જગ્યાઓ વધુ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ જૂન કે જુલાઈમાં રોજિંદા ટેન્શનથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રિફ્રેશ થવા માંગો છો, તો ભારતના આ 9 અદ્ભુત સ્થળો તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થશે.

વરસાદી મૌસમમાં હરિયાળી અને દરિયા કિનારાનો અદ્ભુત નજારો

1. પાલક્કાડ (Palakkad), કેરળ: પશ્ચિમ ઘાટની સુંદરતા ધરાવતું પાલક્કાડ જૂન-જુલાઈના વરસાદમાં પૂરબહારમાં ખીલી ઉઠે છે. ચારેય તરફ છવાયેલી લીલોતરી અને અહીંનું આયુર્વેદિક હીલિંગ વાતાવરણ તમને અંદરથી રિફ્રેશ કરી દેશે.

2. વર્કલા (Varkala), કેરળ: ગોવાના ધમધમાટવાળા અને મોંઘા બીચથી દૂર જો તમારે શાંત દરિયા કિનારો માણવો હોય, તો વર્કલા બેસ્ટ છે. ચોમાસાની શરૂઆતમાં અહીના સુંદર ખડકો (Cliffs) અને સમુદ્રનો નજારો જોવા લાયક હોય છે.

3. કોડાઈકેનાલ (Kodaikanal), તમિલનાડુ: "પ્રિન્સેસ ઓફ હિલ સ્ટેશન્સ" તરીકે જાણીતું કોડાઈકેનાલ જૂન અને જુલાઈમાં ધુમ્મસભર્યા વાતાવરણથી ઘેરાઈ જાય છે. અહીના સરોવરો અને સુંદર ખીણોમાં ફરવું એ એક લહાવો છે.

આધ્યાત્મિકતા અને પ્રકૃતિ વચ્ચે માનસિક શાંતિનો અનુભવ

4. ઋષિકેશ (Rishikesh), ઉત્તરાખંડ: ગંગા કિનારે વસેલું ઋષિકેશ યોગ અને માનસિક શાંતિનું વૈશ્વિક કેન્દ્ર છે. જૂન-જુલાઈમાં અહીનું વાતાવરણ એકદમ હળવાશભર્યું હોય છે, જ્યાં તમે યોગ આશ્રમોમાં સમય વિતાવી શકો છો.

5. કાસર દેવી (Kasar Devi), અલ્મોડા: ઉત્તરાખંડના અલ્મોડા નજીક આવેલી આ જગ્યા તેના ખાસ ચુંબકીય ક્ષેત્ર (Geomagnetic Field) અને અદ્ભુત શાંતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રકૃતિની વચ્ચે મેડિટેશન કરવા માટે આનાથી બેસ્ટ જગ્યા કોઈ નથી.

6. ઓરોવિલ (Auroville), તમિલનાડુ: જો તમારે દુનિયાભરના ઘોંઘાટથી દૂર જઈને માત્ર પોતાના માટે સમય વિતાવવો હોય અને ધ્યાન (Meditation) કરવું હોય, તો ઓરોવિલનું શાંત વાતાવરણ તમારા મનને સ્થિરતા આપશે.

ભવ્ય ઈતિહાસ, સંસ્કૃતિ અને કેફે કલ્ચરની સફર

7. પોંડિચેરી (Pondicherry): ફ્રેન્ચ આર્કિટેક્ચર અને સુંદર શાંત શેરીઓ ધરાવતું આ શહેર ચોમાસાની શરૂઆતમાં ખૂબ જ રોમેન્ટિક લાગે છે. પ્રોમેનેડ બીચ પર સાંજની વોક અને ઓરોબિંદો આશ્રમની મુલાકાત મનને અદભુત શાંતિ આપશે.

8. ઓરછા (Orchha), મધ્યપ્રદેશ: બેતવા નદીના કિનારે આવેલું ઓરછા એક સુંદર ઐતિહાસિક પેરેડાઈઝ છે. જૂન-જુલાઈના વરસાદ બાદ અહીના કિલ્લાઓ અને મહેલોની આસપાસની પ્રકૃતિ ખીલી ઉઠે છે અને અહિયાં બિલકુલ ભીડ હોતી નથી.

9. પુષ્કર (Pushkar), રાજસ્થાન: પવિત્ર તળાવ અને જગવિખ્યાત બ્રહ્મા મંદિર ધરાવતું પુષ્કર તેના અનોખા કાફે કલ્ચર માટે જાણીતું છે. જૂન-જુલાઈમાં વાતાવરણમાં પલટો આવતા જ અહીની સાંજ ખૂબ જ આહલાદક અને શાંત બની જાય છે.

જો તમે પણ આ જૂન કે જુલાઈમાં કોઈ પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો સામાન્ય ભીડભાડવાળા હિલ સ્ટેશનો પર જવાને બદલે આ 9માંથી કોઈ એક શાંત જગ્યા પસંદ કરો, જ્યાં તમે ખરા અર્થમાં રિફ્રેશ થઈ શકશો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now