Home Automobile Best Automatic Suv Under 15 Lakh Torque Converter India

ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ સાથેની ટોપ SUV! : 15 લાખથી ઓછી કિંમતમાં મેળવો સ્મૂથ ડ્રાઇવિંગ અને લાંબી વિશ્વસનીયતા

cars image
Published by: Aryan Shah
Last Updated: Apr 20, 2026, 01:07 PM IST

Best car : આજના સમયમાં ભારતીય રસ્તાઓ પર ટ્રાફિક સતત વધી રહ્યો છે જેના કારણે લોકો મેન્યુઅલ કરતાં ઓટોમેટિક કાર વધારે પસંદ કરી રહ્યા છે. જોકે ઓટોમેટિકમાં પણ અનેક પ્રકાર આવે છે પરંતુ ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ તેની વિશ્વસનીયતા અને સ્મૂધનેસ માટે સૌથી જાણીતું છે. જો તમે 15 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં એક મજબૂત અને લાંબી ચાલે તેવી SUVs શોધી રહ્યા છો તો આ લેખ તમારા માટે જ છે.

Maruti Suzuki Fronx : પાવરફુલ માઇક્રો SUV

જો તમને નાની પણ સ્પોર્ટી કાર ગમતી હોય તો Maruti Suzuki Fronx એક ઉત્તમ ઓપ્શન વિકલ્પ છે. તેમાં 1.0 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન મળે છે, જે 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે જોડાયેલું છે. આ કાર શહેરમાં ચલાવવા માટે ખૂબ જ આસાન છે અને તેનું પરફોર્મન્સ ઘણું જબરદસ્ત છે.

Maruti Suzuki Brezza : સિમ્પલ અને મજબૂત

Maruti Suzuki Brezza આ લિસ્ટમાં સૌથી લોકપ્રિય નામ છે. Maruti Suzuki Brezza માં 1.5 લિટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. Maruti Suzuki Brezza માં કોઈ જટિલ ટેકનોલોજી નથી, જેના કારણે તેની જાળવણી ખૂબ સસ્તી પડે છે. તે લાંબા ગાળા માટે એક સુરક્ષિત રોકાણ છે.

Skoda Kylaq : યુરોપિયન એક્સપિરિયન્સ

Skoda Kylaq એવા લોકો માટે છે, જેમને ગાડીની મજબૂતી અને સ્થિરતા વધુ ગમે છે. Skoda Kylaq માં 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ મળે છે, જે ટર્બો એન્જિન સાથે શાનદાર પરફોર્મન્સ આપે છે. હાઇવે પર Skoda Kylaq નો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ પ્રીમિયમ ગાડીઓ જેવો લાગે છે.

Kia Sonet : ડીઝલનો દમ

જો તમારું રનિંગ વધારે છે અને તમે ડીઝલ ગાડી શોધો છો તો Kia Sonet બેસ્ટ છે. Kia Sonet ના 1.5 લિટર ડીઝલ એન્જિન સાથે ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ મળે છે. આ કાર માઇલેજમાં પણ સારી છે અને લાંબા અંતરની મુસાફરીમાં ખૂબ જ કમ્ફર્ટેબલ છે.

Volkswagen Taigun Facelift : મોડર્ન ટેકનોલોજી

Volkswagen Taigun Facelift આ લિસ્ટમાં સૌથી એડવાન્સ કાર છે કારણ કે, તેમાં 8 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે. આ ગિયરબોક્સ ખૂબ જ સ્મૂધ ગિયર શિફ્ટિંગ આપે છે જેના કારણે ડ્રાઇવરનો આત્મવિશ્વાસ વધે છે.

ટોર્ક કન્વર્ટરના ફાયદા

બીજા ઓટોમેટિક ગિયરબોક્સની સરખામણીએ ટોર્ક કન્વર્ટર ગરમ વાતાવરણમાં પણ જલ્દી ખરાબ થતું નથી. તે ટ્રાફિકમાં આંચકા આપતું નથી અને ખૂબ જ કમ્ફર્ટેબલ રીતે ચાલે છે. જો તમારે ગાડી 8-10 વર્ષ ચલાવવી હોય તો આ ટેકનોલોજી શ્રેષ્ઠ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now